પંચાગ અનુસાર આજનો દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે એકાદશીની તિથિ છે.  આજની એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે.


વિજયા એકાદશીનુ જેવુ નામ છે ઠીક એ જ રીતે આ વ્રતનએ કરનારા હંમેશા બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં પણ રાજા-મહારાજા વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી નાંખતા હતા. વિજયા એકાદશીનું મહત્વ પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણમાં જોવા મળે છે. આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે તેવી માન્યતા છે.


વિજયા એકાદશીના માહાત્મ્યને સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે. વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે. એટલુ જ નહી વિજયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા કાયમ રહે છે.


વિજયા એકાદશીનું વ્રત જીવનમાં આવતી તમામ બાધાઓ દૂર કરે છે અને સંક્ટ પર વિજય અપાવે છે. વ્રત દરમિયાન વિધિપૂર્વક પૂજા કરવાથી તથા દાન વગેરે કાર્યો કરવાથી શુભફળ પ્રાપ્ત થાય છે.