Water Use: સ્ટ્રોંગ મેટાબોલિઝમ સ્વસ્થ શરીર માટે જરૂરી છે. વજન વધવાનો અને ઘટવાનો બધો આધાર એ માણસના મેટાબોલિઝમ રેટ પર આધાર રાખે છે. જેનું મેટાબોલિઝમ રેટ ઓછું હોય તેનું વજન જલ્દીથી વધતું જોવા મળે છે એવામાં આ 5 નુસખા તમને મેટાબોલિઝમ રેટ વધારવામાં મદદરૂપ થઇ શકે છે. ખાવા-પીવાની આદતો પર થોડું ધ્યાન આપવાથી મેટાબોલિઝમ રેટ વધારી અને કેલરી બર્ન કરી શકાય છે. 


ફિટનેસએ આજના જમાનામાં સૌથી અગત્યનું છે, આજે તણાવવાળી લાઈફમાં સારું સ્વાસ્થ્ય જાળવવામાં વજન એક અગત્યનો ભાગ ભજવે છે.  જેની સાથે મેટાબોલીઝમ રેટ અને કેલરી પણ સંકળાયેલા છે.  શરીરમાં મેટાબોલિઝમ રેટ વધવાથી કેલરી બર્ન થાય છે  અને તેના લીધે વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સ્વસ્થ શરીર માટે પુરા ઓર્ગન સિસ્ટમનું હેલ્ધી હોવું અનિવાર્ય છે અને ફિટનેસ જાળવી રખવા માટે અને મેટાબોલિઝમ રેટ વધારવા માટે હેલ્ધી ડાયેટને અનુસરવી જરૂરી છે.  મોટા ભાગે જોવા મળ્યું છે કે પ્રોપર ડાયેટના અભાવે ક્યારેક માણસ કમજોર તો ક્યારેક વધારે પડતા વજનનો ભોગ બને છે. એવામાં મેટાબોલિઝમ રેટને કંટ્રોલમાં રાખવું જરૂરી બને છે. જો તમારું મેટાબોલિઝમ સ્ટ્રોંગ હોય તમારું ડાયજેઝન સુધરે છે  અને શરીરને જરૂરી એવ ન્યુટ્રીશન પણ મળે છે. કેલરી બાળવા માટે અને વેઇટને મેઈનટેઈન કરવા માટે પણ બોડી મેટાબોલિઝમ પર ધ્યાન આપવું જરૂરી છે. 


આ ઘરેલું ઉપાયો તમને મેટાબોલિઝમ રેટ વધારવામાં અને કેલરી બર્ન કરવામાં મદદરૂપ થઈ શકે છે. 


1 નાહવા અને પીવા માટે ઉપયોગ કરો આ પાણીનો :


જયારે ઠડું પાણી શરીરનાં સપર્કમાં આવે ત્યારે બોડીમાં રહેલા બ્રાઉન ફેટ એક્ટીવ થાય છે જે ફેટ સેલ્સનો ઉપયોગ કરીને શરીરમાં એનર્જી ઉત્પન્ન કરે છે જે સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. 


ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ રેટમાં વધારો થાય છે જેના લીધે પાચનક્રિયા ઝડપી બને છે અને જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને એક રીસર્ચ અનુસાર શરીરને જરૂરી પ્રમાણમાં પાણી મળી રહે તો પણ કેલરી બાળવા માટે તે ઉપયોગી નીવડે છે.     


2 મસાલાયુક્ત આહાર :    


મસાલા હમેશાં ખરાબ હોય એવું જરૂરી નથી. રોજના વપરાશમાં લેવાતો  લાલ મરચાંનો પાવડર કેલેરી બર્ન કરવામાં ઉપયોગી સાબિત થયેલ છે.મરચામાં કેપ્સાઈન હોય છે જે બ્રુન એડીપોડ ટીસ્યુ અને બ્રાઉન ફેટને એક્ટીવેટ કરે છે જે મેટાબોલિઝમ રેટ સુધરે છે અને કેલરી ઓછી થાય છે. રીપોર્ટ અનુસાર નિયમિત સ્પાઈસી વસ્તુ ખાવાવાળા લોકો લાબું અને હેલ્થી જીવન જીવે છે. 


3 રસોઈના તેલમાં રાખો ધ્યાન : 


મેટાબોલિઝમ રેટને જાળવી રાખવા માટે તમે ક્યા તેલનો ઉપયોગ કરો છો એના પર પણ આધાર રાખે છે. મેટાબોલિઝમ સ્ટ્રોંગ કરવા માટે MCTયુક્ત તેલનો ઉપયોગ કરો.  નારિયેળ તેલમાં રહેલ લોરિક એસીડ મેટાબોલીઝમ રેટ બુસ્ટર તરીકે કામ કરે છે.  


4 મસલ્સ પર યોગ્ય ધ્યાન આપો :


વધારે મસલ્સ એ  મેટાબોલીઝમ રેટને  વધારે છે. કારણકે મસલ્સવધવાથી ઈન્સ્યુલીન સેન્સીટીવીટી  વધે છે જે શરીરમાં ફેટ જમા થતો અટકાવે છે.


5 બ્લડ ડોનેશન માટે પણ કેલરી બર્ન મદદરૂપ :


એક રીપોર્ટ મુજબ સાબિત થયું છે કે બ્લડોનેશન એ પણ મેટાબોલીઝમ રેટ અને  કેલરીને અસર કરે છે અને સાથે કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. એક યુનિટ બ્લડ ડોનેટ કરવાથી લગભગ 650 કેલેરી બર્ન થાય છે .