What Is Sleep Divorce: જ્યારે યુગલો સાથે રહે છે ત્યારે સ્લીપ ડિવોર્સ થાય છે. બધું એકસાથે કરો. શારીરિક સંબંધ પણ રહે છે, પરંતુ અલગ બેડરૂમમાં અથવા અલગ પથારી પર સૂવાનું પસંદ કરે છે.


 છૂટાછેડા જેને આપણે હિન્દીમાં તલાક કહીએ છીએ. લગ્ન પછી, જ્યારે બે લોકો વચ્ચે અણબનાવ થાય છે અને મામલો વધુ ગરમાય છે ત્યારે બંને લોકો જુદા થવા માટે  છૂટાછેડા લેવાનું નક્કી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આજકાલ સ્લીપ ડિવોર્સના કેસ વધી રહ્યાં છે, શું છે આ નવો ટ્રેન્ડ જાણીએ


 જી હાં, આજકાલ કપલ માત્ર  પોતાની ઊંઘ પૂરી કરવા માટે  પણ ડિવોર્સ લઈ રહ્યા છે. આ બંને કપલ એકસાથે સૂવાને બદલે અલગ સૂવાનું પસંદ કરી રહ્યાં છે. તેને સ્લિપ ડિવોર્સ નામ આપવામાં આવ્યું છે.સ્લીપ ડિવોર્સમાં બંને સાથે એક જ ઘરમાં રહે છે પરંતુ બંનેના બેડરૂમ અલગ અલગ હોય છે. શાંતિથી ઉંઘવા માટે બંને આવું કરે છે. તેને સ્લિપ ડિવોર્સ નામ આપવામાં આવ્યું છે.


સ્લીપ ડિવોર્સ શું છે?


સ્લીપ ડિવોર્સમાં  યુગલ સાથે તો રહે છે,  બધું એકસાથે કરે છે.  ખાવું-પીવું એ શારીરિક સંબંધ પણ પરંતુ તેમ છતાં બંનેના બેડરૂમ અલગ અલગ હોય છે, બંને અલગ અલગ બેડ પર સૂવાનું પસંદ કરે છે. સ્લીપ ડિવોર્સ  તે લાંબા ગાળાના કે ટૂકાં ગાળાના પણ હોઈ શકે છે. તેમના સમયની અવધિ સંપૂર્ણપણે દંપતી પર નિર્ભર કરે છે કે તેઓ કેટલા દિવસો માટે સ્લિપ ડિવોર્સ લેવા માગે છે.


 સ્લિપ ડિવોર્સ લેવા શા માટે જરૂરી છે?


ઘણા નિષ્ણાતો સંશોધનના આધારે કહે છે કે,  ઘણા કપલ વર્કિગ હોવાથી આખો દિવસ વ્યસ્ત રહે છે. લોકો દિવસભર ઓફિસનું કામ કરે છે.મહિલાઓ ઘર અને ઓફિસ બંને જગ્યાએ કામ કરે છે સાથે  બાળકોની જવાબદારીઓ હોય  છે. ઘર પરિવારની જવાબદારી પણ હોય  છે. આવી સ્થિતિમાં, જ્યારે વ્યક્તિ થાકીને રાત્રે ઊંઘવા જાય છે ત્યારે તેને શાંતિ જોઇએ છે.  જોકે, પાર્ટનરની અમુક આદતોને કારણે કપલ્સ પૂરતા પ્રમાણમાં ઉંઘ લઈ શકતા નથી. જેમ કે કેટલાક લોકોને જોરથી નસકોરા બોલતા હોય  છે. કેટલાક લોકો લાંબા સમય સુધી મોબાઈલ ચલાવે છે. કેટલાક લોકો લાઇટ ચાલુ રાખીને સૂઈ જાય છે, જે અન્ય લોકોને ખલેલ પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં કપલ્સ તેમની ઊંઘ પૂરી કરવા માટે અલગ-અલગ રૂમમાં  સૂવાનું પસંદ કરે છે.જો તમારી ઊંઘ પણ  તમારા  પાર્ટનરની કેટલીક આદતોના કારણે ડિસ્ટર્બ થઇ રહી છે તો આ સ્થિતિમાં ગાઢ અને શાંતિભરી ખલેલ વિના ઊંઘ માણવા માટે આપ પણ  સ્લિપ ડિવોર્સ લઈ શકો છો.


 શું સ્લિપ ડિવોર્સથી પતિ-પત્ની વચ્ચે અંતર વધે છે?


હવે મનમાં સવાલ ઉઠવો સ્વાભિક છે કે, સ્લિપ ડિવોર્સથી બંને વચ્ચે અંતર વધી જાય છે. , તો એવું બિલકુલ નથી. અલગથી સૂવું એ યુગલોની અંગત પસંદગી છે.  સ્લીપ ડિવોર્સ બાદ પણ બંને ભાવનાત્મક રીતે જોડાયેલા રહે છે.