જેમ જેમ તાપમાન ઘટે છે તેમ તેમ હૃદય રોગનું જોખમ વધે છે. AIIMSના સંશોધનો દર્શાવે છે કે ઉનાળાની સરખામણીમાં શિયાળામાં હાર્ટ અટેકનું જોખમ 25 ટકા વધી શકે છે. ઠંડીની સીઝનમાં નીચા તાપમાનને કારણે હૃદયની નસો સંકોચાઇ જાય છે. તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે, જે હાર્ટ અટેકનું કારણ બને છે. મેડિકલ જર્નલ ધ લાન્સેટ દ્વારા કરવામાં આવેલ સંશોધન દર્શાવે છે કે ઉનાળાની સરખામણીમાં શિયાળામાં હૃદયરોગના કારણે મૃત્યુની સંખ્યામાં 30 ટકાનો વધારો થાય છે. આવી સ્થિતિમાં આ ઋતુમાં હૃદયનું ધ્યાન રાખવું જરૂરી છે. શિયાળામાં હૃદયની બીમારીઓથી કેવી રીતે બચી શકાય તે નિષ્ણાતો પાસેથી જાણીએ.


નિષ્ણાતો કહે છે કે શિયાળાની ઋતુમાં ઠંડી હવામાં શ્વાસ લેવાથી પણ હૃદયની નસો ખેંચાઇ શકે છે. આ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર વધુ દબાણ લાવે છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. ઠંડા હવામાનથી બ્લડ પ્રેશર વધે છે. આ સીઝનમાં ક્રોનિક હાર્ટ પ્રોબ્લેમ્સ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.


શિયાળામાં હાર્ટ અટેક કેવી રીતે અટકાવવો


શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે ગરમ કપડાં પહેરો અને અચાનક ભારે વર્કઆઉટ ન કરો. બહાર કસરત કરવાને બદલે ઘરની અંદર હળવી કસરત કરો.


આ સીઝનમાં તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખો. તમારા ડાયટમાં ઋતુ પ્રમાણે ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. વધુ પડતું સ્વિટ અને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળો.


બ્લડ પ્રેશર તપાસો


બ્લડ પ્રેશર તપાસવું ખૂબ જ જરૂરી છે. જો બીપી વધી જાય તો ડોક્ટરની સલાહ લેવી. જો તમને પહેલાથી જ કોઈ હૃદય રોગ છે તો તમારી દવાઓ સમયસર લો.


જો હાર્ટ અટેકના કોઈ લક્ષણો હોય જેમ કે વારંવાર છાતીમાં દુખાવો, ગભરાટ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તરત જ હોસ્પિટલમાં જાઓ. આ બાબતમાં બેદરકાર ન રહો. સમયસર ઓળખ અને સારવાર દ્વારા આ રોગને સરળતાથી રોકી શકાય છે.                                    


Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?