શિયાળાની શરૂઆત મોડી થઇ છે. પરંતુ રાજ્યમાં કડકતી ઠંડીની શરુઆત થઇ ગઈ છે . લોકો કડકડતી ઠંડીથી બચવા માટે તાપણું કરતા હોય છે. લોકો સગડી, કોલસો, છાણા અને લાકડાંને સળગાવીને તાપણાંનો આનંદ લે છે. આ વસ્તુઓથી રાહત તો થાય છે પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ છે. 

કોલસાથી કરવામાં આવેલું તાપણું બને છે નુકશાનકારક

કોલસો અથવા લાકડાને સળગાવવાથી તેના ધુમાડામાં કાર્બન બહાર આવે છે. આ કાર્બન શ્વાસ દ્વારા શરીર સુધી પહોંચે છે, જેનાથી હિમોગ્લોબિન પરમાણુઓને અવરોધે છે અને શરીરની સમગ્ર ઓક્સિજન પરિવહન પ્રણાલીને અસર કરે છે. ઓક્સિજનની અછતને કારણે શરીરના કોષો મૃત્યુ પામે છે. કેટલાક લોકોને માથાનો દુખાવો, ચક્કર અને શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓ હોય છે.

અસ્થમા અને હૃદયના દર્દીઓએ ન કરવું તાપણું

કોલસાની ગરમી અસ્થમા અને હૃદયના દર્દીઓને વધુ નુકસાન પહોંચાડે છે. જેના કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ થઇ જાય છે અને હૃદયને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી અને હાનિકારક પદાર્થો શરીર સુધી પહોંચે છે.

શરીરમાં થઇ શકે છે ઓક્સિજનની અછત 

શરીરમાં નોર્મલ બ્લડ ફ્લો માટે જરૂરી છે કાર્બન રિલીઝ થાય અને પૂરતો ઓક્સિજન પૂરો પાડવામાં આવે. શિયાળા દરમિયાન કોલસાની ગરમીને કારણે કાર્બન મોનોક્સાઇડનો મોટો જથ્થો છોડવાનું શરૂ કરે છે જે સીધા શરીરમાં પહોંચે છે. કાર્બન મોનોક્સાઇડ પણ જીવલેણ બની શકે છે. જે મગજ માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે. જો મગજને ઓક્સિજન ન મળે તો ઘણી માનસિક સમસ્યાઓ થઈ શકે છે.

ચામડીની સમસ્યા

કેટલીકવાર લોકો કલાકો સુધી તાપણાની સામે બેસે છે અને સમય જોતા નથી. ત્યારબાદ અચાનક તેમને દાઝવાનો અનુભવ થાય છે ત્યાં સુધીમાં તો શરીર પર લાલાશ જોવા મળે છે. ઘણી વખત લોકો હીટરથી રૂમને ગરમ કરે છે. જેના કારણે રૂમમાં વધુ પ્રમાણમાં કાર્બન ભેગો થઇ જાય છે. સૂતી વખતે રૂમનો દરવાજો ખોલો અને સૂઈ જાઓ. કોલસાની આગ એકદમ મજબૂત છે જે ત્વચાને ઝડપથી બાળી નાખે છે. તો કોલસાથી બાળકોને વધુ નુકસાન થાય છે કારણકે બાળકોની ત્વચા સેન્સેટિવ હોય છે.

રક્તકણોની અછત 

શરીરમાં હિમોગ્લોબિનનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે. હિમોગ્લોબિનમાં ઘટાડો થવાને કારણે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટે છે. જ્યારે લોહીનું પ્રમાણ ઘટે છે ત્યારે એનિમિયાનું જોખમ વધે છે. એનિમિયા કેટલાક કિસ્સાઓમાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે. પુરુષોમાં સામાન્ય રીતે હિમોગ્લોબિનનું સ્તર 13.5-17.5 ગ્રામ હોય છે. જ્યારે સ્ત્રીઓમાં, 12.0 - 15.5 ગ્રામ હિમોગ્લોબિન લેવલ સામાન્ય માનવામાં આવે છે. ખૂબ લાંબા સમય સુધી તાપણું તાપવાથી, કાર્બન મોનોક્સાઇડ ફેફસાં સુધી પહોંચે છે અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે અને હિમોગ્લોબિનનું લેવલ ઘટવાનું શરૂ થાય છે. લોહીમાં મોનોક્સાઇડ વધે છે જે સ્વાસ્થ્ય માટે અલાર્મ બેલ સમાન છે.

શું છે તાપણાની સાચી રીત?

ક્યારે પણ બંધ રૂમમાં તાપણું કરવાની ભૂલ ન કરો. બંધ રૂમમાં તાપણું કરવાથી રૂમમાં ગભરામણ થાય છે તો કયારેક માણસનું મોત પણ થઇ શકે છે. ખુલ્લા વરંડા અથવા સહેજ હવાની અવરજવરવાળી જગ્યાએ તાપણું કરો. જેથી ધુમાડાથી નુકસાન ન થાય.

તો તાપણાની ખૂબ નજીક ન બેસો. તાપણાને કારણે આંખોમાં ધુમાડો દેખાય છે અને આંખોમાં શુષ્કતાની સમસ્યા છે. તાપણાથી અંતર રાખીને બેસો અને લાંબા સમય સુધી તાપણાની સામે ન રહો.

Disclaimer: આ લેખ ફક્ત ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ બબાતે  ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.