Winter weight loss tips: શિયાળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. કકડતી ઠંડીમાં સવારમાં વર્કઆઉટ કરવા જવાનું મન ન થાય તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં વજન વધી જવાની શક્યતા વધી જાય છે. કેટલાક સુપર ડ્રિન્ક એવા છે, જેનાથી વજન ઘટે છે સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે.


બીટનું જ્યુસ શિયાળામાં સૌથી બેસ્ટ ઓપ્શન છે.બીટને ડાયટમાં સામેલ કરવાથી આયરનની કમીને દૂર કરી શકાય છે. બીટના જ્યુસના સેવનથી પેટની ચરબીને ઘટાડી શકાય છે.ગાજર આપની સ્કિનને નેચરલી ગ્લોઇંગ બનાવે છે. વેઇટ પણ કન્ટ્રોલ કરે છે.જમ્યા બાદ પણ ગાજરનું  જ્યુસ પી શકાય છે. ગાજર પોટેશિયમ, આયરનથી ભરપૂર છે.


આમળાનું જ્યુસ વેઇટ લોસ માટે કારગર છે.તેનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે.આંબળા વિટામિન ‘સી’થી ભરપૂર છે. તેનાથી સ્કિન ગ્લોઇંગ બને છે.


એપ્પલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરીને પીવાથી ત્વચામાં નિખાર આવવાની સાથે તે વેઇટ લોસમાં પણ કારગર છે.


નારિયેળ પાણી લો કેલેરી ડ્રિન્ક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એમિનો એસિડ્સ, એન્ઝાઇમ્સ, બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ, વિટામિન-સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. તે વજનને નિયંત્રિત કરવાની સાથે શરીને હાઇડ્રેટ રાખી શકો છો.


ગાજરના ફાયદા


ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વથી પણ ભરપૂર છે. અડધા કપ ગાજરમાં 25 કેલેરી, 6 ગ્રામ કાર્બોહાઇડ્રેઇટ, 2 ગ્રામ ફાઇબર, 3 ગ્રામ શુગર અને 0.5 ગ્રામ પ્રોટીન હોય છે.  ગાજરમાં વિટામિન A,K,C, પોટેશિયમ,ફાઇબર,કેલ્શિયમ,આયરન જેવા દરેક જરૂરી વિટામિન મિનરલ હોય છે. ગાજરમાં મજબૂત એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. જે ખૂબ જ લાભદાયક હોય છે. જાણી ગાજર શરીર માટે કેટલું ફાયદાકારક છે.


ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં જઇને વિટામિન Aમાં બદલી જાય છે. આ વિટામીન આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન A આકરા તાપથી થતાં નુકસાનથી આંખોને બચાવે છે. મોતિયાબિંદની સમસ્યાથી પણ ગાજર બચાવે છે.