Reusable sanitary pads: જ્યારથી કિશોરીઓના પિરિયડ્સ શરૂ થાય છે ત્યારથી તેમને દરેક મહિને એક જ ચિંતા સતાવે છે અને તે છે સારા સેનેટરી પેડ્સની. હાલ બજારમાં ઘણા બધા સેનેટરી પેડ્સ ઉપલબ્ધ છે પરંતુ ક્વોલિટી રૂપે જોવા જઈએ તો કોઈ પણ પેડ્સ શૉફટ અને કમ્ફર્ટેબલ નથી. મોત ભાગની યુવતીઓ બજારમાં સારા અને સોફ્ટ પેડ્સની શોધ કરતી હોય છે. ત્યારે હવે આ સમસ્યાનો અંત આવશે તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરતની અનુભા નામની કંપનીએ રિયુઝેબલ પેડ્સ બનાવ્યા છે અને તેઓનો દાવો છે કે આ પેડ્સનો ઉપયોગ કરવાની તમને કોઈપણ પ્રકારના ચેપનો ખતરો રહેશે નહી


સુરતની એક કંપનીએ સાંભળી મહિલાઓના મનની વાત 


કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓને બીજી સમસ્યા એ રહે છે કે પિરિયડ્સ દરમિયાન સિનિટરી પેડનો ઉપયોગ કર્યા પછી તેનો નિકાલ કયા કરવો. તો આ સમસ્યાનું સમાધાન પણ અનુભા કંપની લઈને આવી છે આ રિયુઝેબલ પેડ તમે ઉપયોગ કર્યા પછી ધોઈ શકો છો અને ફરીથી તેનો ઉપયોગ કરી શકો છો. એક વાર તમે આ પેડ ખરીદશો પછી પાંચ વર્ષ સુધી પેડ ખરીદવાની જરૂર નહી રહે. સાથે જ કોઈ પણ પ્રકારનો ચેપ લાગવાનો ખતરો પણ નહીં રહે.


કાપડના પાંચ લેયરથી બન્યું છે સેનેટરી પેડ 


આ પેડ્સ યાર્ન, ફાઈબર અને કાપડમાંથી બનાવવામાં આવ્યું છે. તેને ચારથી પાંચ વર્ષ સુધી વાપરી શકાય છે. મહત્ત્વની વાત તો એ છે કે આ પેડ્સનો ઉપયોગ કર્યા બાદ ધોઈ તડકામાં સૂકવી તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. અને તેનાથી કોઈ ઇન્ફેકશનનો ખતરો પણ નથી. ઉપરાંત તે બિલકુલ લીકેજ ફ્રી છે જેથી મહિલાઓને કપડા બગાડવાનો ભય પણ રહેતો નથી.


દરેક સાઇઝમાં સેનેટરી પેડ મળી રહેશે 


ખાસ કરીને કિશોરીઓથી લઈ મોટી મહિલા સુધી કઈ રીતના કેટલી સાઈઝ પ્રમાણેના પેડ્સ જરૂરી હોય છે તે પ્રમાણેના અને તે મુજબની ક્વોલિટીના બનાવવામાં આવે છે. ખાસ કરીને પ્રેગ્નેટ મહિલાઓ માટે અલગ પ્રકારનાં વિશેષ પેડ્સ બનાવવામાં આવે છે. મહિલાની ડિલિવરી થઈ જાય છે ત્યારબાદ પિરિયડ્સમાં બ્લડનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. ત્યારે આવા સમયનું પણ ખાસ ધ્યાન રાખીને વિશેષ પેડ્સ બનાવવામાં આવ્યા છે.