Parentings Tips:ઉનાળુ વેકેશન બાદ બાળકોને સવારે ઉઠીને શાળાએ જવું વાલીઓ માટે મુશ્કેલીભર્યું કામ બની રહ્યું છે. અહીં અમે કેટલીક સારી અને અસરકારક રીતો જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે સવારે બાળકોને સરળતાથી જગાડી શકો છો.


ઉનાળાના વેકેશન બાદ શાળા ખુલતાની સાથે જ કેટલાક વાલીઓ ફરિયાદ કરે છે કે તેમના બાળકો આળસુ બની ગયા છે અને તેઓ સવારે વહેલા ઉઠવા માંગતા નથી. જેના કારણે તેઓ હંમેશા શાળાએ જવામાં મોડા પડે છે. તેઓ સવારે યોગ્ય રીતે નાસ્તો પણ કરી શકતા નથી


દરેક  એઝ માટે  ઊંઘ પૂરી કરવા માટે અલગ-અલગ સમય નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 3 વર્ષથી નાની ઉંમરના બાળકોને 12 થી 15 કલાકની ઊંઘની જરૂર છે, જ્યારે 5 થી 10 વર્ષના બાળકોને 9 થી 12 કલાકની ઊંઘની જરૂર છે. આવી સ્થિતિમાં, જો તમારું બાળક પૂરતી ઊંઘ નથી લઈ શકતું, તો તેને સવારે ઉઠવામાં મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં, અમે અહીં જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે બાળકોને સવારે વહેલા ઉઠવાની આદત પાડો.


બાળકને સવારે કેવી રીતે ઉઠાવશો


હફપોસ્ટ અનુસાર, જો બાળક સવારે ઉઠી શકતું નથી, તો પહેલા એ જાણી લો કે શા માટે ઉઠવામાં સમસ્યા છે. શું તે રાત્રે સારી રીતે સૂઈ શકતો નથી કે પછી તેને રાત્રે મોડે સુધી તેમને  ઊંઘ  જ આવતી નથી. જો આવું થાય તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.


ઊંઘ આવે છે કે નહીં


સવારે શાળાએ જતા બાળકો માટે ઓછામાં ઓછી 10 કલાકની ઊંઘ જરૂરી છે. તેથી, પ્રયાસ કરો કે બાળકો રાત્રે મોબાઈલ વગેરેથી દૂર રહે અને સૂવા માટે એક નિશ્ચિત સમય નક્કી કરો. જેથી તેઓ તેમની ઊંઘ  લઇ  શકે.


પ્રેમથી જગાડો


જ્યારે પણ તમે બાળકને  જગાડો ત્યારે તેને પ્રેમભર્યા શબ્દો સાથે જગાડો. તેમનું નામ પ્રેમથી લઇને જગાડો. તેમને  પ્રેમથી  ગૂડ મોર્નિંગ કહો. સવારે કોઇ બાળકને જગાડતી વખતે તમે મંત્રનો પણ લાભ લઇ શકો છો.


ગીત સંગીતનો સહારો લો


તમે બાળકના રૂમમાં કર્ણપ્રિય સંગીત  ચાલુ કરી શકો છો અથવા તેનું મનપસંદ ગીત વગાડી શકો છો. આના કારણે વાતાવરણ સારું રહેશે અને બાળક ખુશીથી જાગી જશે.


સ્વાદિષ્ટ નાસ્તો બનાવો


બાળકના નાસ્તામાં કંઈક એવો સુગંધિત ખોરાક બનાવો જે તેને ઉઠવા માટે મજબૂર કરી દેશે. આ રીતે, તે ઝડપથી તૈયાર થઈ જશે અને પોતાની મેળે નાસ્તો પણ કરવા માંડશે.


સવારને વ્યસ્ત બનાવો


જો તમે બાળકને જગાડી દીધું અને તેમને પાસે કામ કરવા માટે કંઇ જ નથી તો તે ફરી સૂઇ જશે. બાળકના મોર્નિંગના શિડ્યુઅલને બિઝી બનાવી દો તેમને  તેમને છોડને પાણી પીવડાવવા, ડોલ ભરવા, યુનિફોર્મ સ્કૂલ બેગ તૈયાર કરવા જેવા કામ સોંપી દો આવુ કરવાથી તે ફટાફટ કામે લાગી જશે અને ઊંઘ ઉડી જશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો