Younger looking tips:જેમ જેમ ઉંમર વધે છે. તેમ તેના કોલેજનના પ્રોડકશનમાં કમી આવી જાય છે. ઉપરાંત નેચરલ ઓઇલ અને ઇલાસ્ટિન પણ ઘટી જાય છે.  જેનાથી સ્કિન વધુ ડ્રાય બની જાય છે. 40ની ઉંમર બાદ ફાઇન્સ લાઇન્સ, રિકલ્સ થવા લાગે છે.


સ્કિન ટાઇપ  મુજબ સ્કર્બ પસંદ કરો. જો સ્કિન ડ્રાય હોય તો ઓઇલી બેઇઝડ સ્ક્રર્બ ક્રિમ પસંદ કરો વોટર બેઇઝ્ડ ક્રિમ પણ ફાયદાકારક છે,, સ્કિન ઓઇલી હોય તો જેલ બેઇઝડ સ્ક્રર્બ પસંદ કરો.


સ્કિનને મોશ્ચરાઇઝ રાખવા માટે આપ સારૂ મોશ્ચરાઇઝર પસંદ કરી શકો છો. તેનાથી સ્કિન સોફ્ટ રહે છે અને ડ્રાયનેસ નથી આવતી. હંમેશા જેન્ટલ ક્લિન્ઝર અને સારા મોશ્ચરાઇઝરનો ઉપયોગ કરો કારણ કે તે સ્કિનના મોઇશ્ચરને લોક કરી દે છે.


ઉંમર વધ્યા પછી એજ સ્પોટ  પિગમેન્ટેશન, ડાઘ, કરચલીની  સામાન્ય સમસ્યા છે. તેથી, સ્કિન કેર માટે વિટામિન સી યુક્ત પ્રોડક્ટનો ભરપૂર ઉપયોગ કરો.


તાપ સ્કિનનો સૌથી મોટો દુશ્મન છે. ઘરથી બહાર જવાના 20 મિનિટ પહેલા સનસ્ક્રિન લગાવાનું ન ભૂલો, જે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કિનનું રક્ષણ કરે છે. આપ એસપીએફ 30 કે તેનાથી વધુનું સનસ્ક્રિન ઉપયોગ કરો


નાઇટ ક્રિમ અવશ્ય લગાવો. નાઇટમાં સ્કિનને રિપેર થવાનો ટાઇમ મળે છે. નાઇટ ક્રિમ સ્કિનને સોફ્ટ બનાવે છે અને એજ સ્પોટને ઓછા કરાવમાં મદદ કરે છે.


દિવસમાં વધુમાં વધુ પાણી પીવો.  હેલ્થી ડાયટ લો. આપ ફ્રેસ ફૂડ અને વેજિટેબલ્સ આપની ડાયટમાં સામેલ કરો. જે આપને જરૂરી એન્ટીઓક્સિડન્ટ આપે છે.


Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવામાં આવેલી વિધિ,દાવા, રીતની એબીપી અસ્મિતા પુષ્ટી કરતું નથી. આને માત્ર સૂચન તરીકે લો. આ કોઇ પણ દવાફૂડઉપચાર પર અમલ કરતા પહેલા ડોક્ટરની અવશ્ય સલાહ લો