Pregnancy Tips:પ્રેગ્નન્સી દરમિયાન ખાવા-પીવાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. આ સ્થિતિમાં આપ ગરમીથી બચવા માટે આ પાંચ ડ્રિન્કસને ડાયટમાં સામેલ કરી શકો છો.
પ્રેગ્નન્સીમાં આપને દિવસમાં કમ સે કમ એક વખત દૂધ પીવું જોઇએ. દૂધથી શરીરને કેલ્શિયમ, વિટામિન બી 12 અને પ્રોટીન મળે છે. તેથી હેલ્થ એક્સ્પર્ટ હંમેશા દૂધ પીવાની સલાહ આપે છે. દૂધથી બાળકનો વિકાસ પણ સારી રીતે થાય છે અને હાંડકા મજબૂત બને છે.
ઉનાળામાં તમારે દરરોજ નારિયેળ પાણી પીવું જોઈએ. આ શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. નારિયેળ પાણી શરીરને પુષ્કળ મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સ પ્રદાન કરે છે, જે બાળકના વિકાસમાં મદદ કરે છે. ઉનાળામાં ડિહાઈડ્રેશન અને કબજિયાતથી બચવા માટે નારિયેળ પાણી ચોક્કસ પીવો.
ગરમીમાં વધુમાં વધુ ફળોનું સેવન કરવું જોઇએ. ઘણી વખત એક જ પ્રકારના ફળોનું સેવન બોરિગ લાગે છે. તો આપ મોકટેલ તૈયાર કરીને સેવન કરો. આપ ફળોના રસથી સ્વાદિષ્ટ મોકટેલ બનાવીને પીવો.
નાસ્તા માટે સ્મૂધી બેસ્ટ ઓપ્શન છે. પ્રેગ્નેન્સીમાં ફ્રૂટ સ્મૂધી પીવાથી શરીરમાં વિટામિન મિનરલ્સ અને પ્રોટીનની કમી દૂર થાય છે આપ કોઇ પણ સિઝનલ ફળ જેવા કે કેળા, સ્ટ્રોબેરી મેંગો, કીવી, એપ્પલની સ્મૂધી બનાવી શકો છો.
ગરમીમાં છાશ સૌથી ફાયદાકારક ડ્રિન્ક છે. આપ લંચમાં છાશને જરૂર એડ કરો. છાશ શરીરને ઠંડક આપવાની સાથે હાઇડ્રેઇટ રાખે છે. આપ છાશના બદલે મીઠી લસ્સી પણ પી શકો છો. છાશ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.