benefits of marigold:પૂજાપાઠ અને સજાવટ માટે ગલગોટાના ફુલનો ભરપૂર  ઉપયોગ થાય છે. જો કે આ ફુલ સૌંદર્યવર્ધક પણ છે. જી હાં, આ ફુલનો ફેસ માસ્ક બનાવીને આપ ત્વચાને નિખારી શકો છો. આ માસ્ક ચહેરા પરની કરચલીઓ દૂર કરશે અને ત્વચાનો નિખાર વધારશે


 ગલગોટાના ફુલનું ફેસ માસ્ક બનાવવા માટે આ સામગ્રી તૈયાર કરો.  ગલગોટાના ફુલની સૂકી પાંખડીઓ એક મોટી ચમચી લીમડાનો પાવડર, એક ચમચી એલોવેરા જ્યુસ એક નાની ચમચી લીંબુનો રસ


 સૌ પ્રથમ આપ સૂકી પાંખડીઓને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો.હવે તેમાં લીમડાના પાનનો પાવડર મિકસ કરો. તેમાં એલોવેરા અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. જરુરિયાત મુજબ આપ તેમાં ગુલાબ જળ પણ ઉમેરી શકો છો


 સૌથી પહેલા આ પેસ્ટને સર્કુલર મોશનમાં આંગળીઓને રાઉન્ડ શેપમાં ફેરવાતા મસાજ કરતા લગાવો. 15 મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો,. ત્યારબાદ ચહેરાને પાણીથી સાફ કરી દો. જો આપને ચહેરા પર કરચલીઓ પડવા માંડી હોય અને તેને દૂર કરવા માટે આ ફેસમાસ્ક ખૂબ જ કારગર છે.


 ત્વચા ડલ થઇ હોય અને કરચલી પડવા માંડી હોય તો આ ફેસમાસ્કને સપ્તાહમાં ત્રણ વખત લગાવો. એક 2 મહિનામાં સ્કિન પર નિખાર આવશે અને આપના ચહેરા પર તેનું રિઝલ્ટ જોવા મળશે.


 ગલગોટાના ફુલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇંફ્લામેટરી ગુણ હોય છે,. જે ત્વચાને ક્લિન કરવામાં મદદ કરે છે. આ ખબર સામાન્ય જાણકારી પર આધારિત છે, કોઇપણ પ્રકારની વિશેષ જાણકારી માટે વિશેષજ્ઞની સલાહ લો


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.