Gold facial :Gold facial : સુંદર ગ્લોઇંગ સ્કિન માટે યુવતીઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર થઇ જાય છે. ગ્લોઇંગ સ્કિન માટે પાર્લરમાં થતું એક હજારનું ફેશિયલ આ  ઘર પર પણ કરી શકો છો. અને પાર્લર ફેશિયલ જેવો જ ગ્લો આપને મળશે. તો જાણીએ  ગોલ્ડ ફેશિયલ જેવો ગ્લો મેળવા માટે કેવી રીતે ઘર પર ફેશિયલ કરી શકાય. આ પાંચ સ્ટેપથી આપ ઘર ફેશિયલ કરી શકો છો.


નિષ્ણાતો માને છે કે 30 વર્ષની ઉંમર પછી તમારે તમારી ત્વચાની વધુ કાળજી લેવી જોઈએ, કારણ કે વધતી ઉંમર સાથે ત્વચા પાતળી થવા લાગે છે અને  એજિંગ સાઇન જેમ કે ફાઈન લાઈન્સ, કરચલીઓ, કાળા ડાઘ તેના પર દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાઓ પાર્લરમાં જઈને મોંઘા ફેશિયલ કરાવે છે. આમાં સૌથી વધુ લોકપ્રિય છે ગોલ્ડ ફેશિયલ, . ગ્લોઇંગ સ્કિન માટે પાર્લરમાં થતું એક હજારનું ફેશિયલ આ  ઘર પર પણ કરી શકો છો. અને પાર્લર ફેશિયલ જેવો જ ગ્લો આપને મળશે. તો જાણીએ  ગોલ્ડ ફેશિયલ જેવો ગ્લો મેળવા માટે કેવી રીતે ઘર પર ફેશિયલ કરી શકાય. આ પાંચ સ્ટેપથી આપ ઘર ફેશિયલ કરી શકો છો.


ઘરે ગોલ્ડ ફેશિયલ કેવી રીતે કરવું


સ્ટેપ્સ 1


ફેશિયલ કરવા માટે સૌથી પહેલા તમારે ક્લીન્ઝિંગની જરૂર છે. એટલે કે તમે તમારા ચહેરાને સારી રીતે સાફ કરો. આ માટે એક બાઉલમાં કાચું દૂધ લો. તેમાં કોટનને તેમાં  ડુબાડો અને તેનાથી આખો ચહેરો સારી રીતે સાફ કરો. દૂધ એક નેચરલ  ક્લીંઝર છે, જે ચહેરાની સ્કિનની  અંદરથી સાફ કરે છે.


સ્ટેપ્સ 2


ક્લીંઝર પછી સ્ક્રબિંગ આવે છે, જે તમારી મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે બજારમાં મળતા કેમિકલયુક્ત સ્ક્રબની જગ્યાએ મધ, ખાંડ અને લીંબુને સમાન માત્રામાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા આખા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરીને ડેડ સ્કિનને દૂર કરો.


સ્ટેપ્સ 3


ક્લિન્ઝિંગ અને  અને સ્ક્રબિંગ પછી સ્ટિમ  લેવી જરૂરી છે. આ માટે, એક મોટા વાસણમાં ગરમ ​​પાણી લો અને તમારા માથાને ટુવાલથી ઢાંકો અને ધીમે ધીમે તમારા આખા ચહેરાને સ્ટીમ કરો. સ્ટીમ લેવાથી પોર્સ ઓપન થઇને  સાફ થાય છે.  ચહેરો એકદમ સાફ થઈ જાય છે. સ્ટીમ લીધા પછી, તમે ક્યુટિકલની મદદથી તમારા નાક અને ચિન પાસેના વ્હાઇટહેડ્સ દૂર કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેને સ્વચ્છ કપડાથી પણ સાફ કરી શકો છો.


સ્ટેપ્સ 4


હવે મસાજ કરવાનો સમય છે. ફેશિયલમાં સૌથી મહત્વની બાબત એ છે કે ચહેરાને મસાજ કરો. જેથી ક્રીમ તમારા ચહેરામાં ઊંડે સુધી જાય અને આપને ઇન્સ્ટન્ટ ગ્લો ગ્લો આપે. આ માટે એક ચમચી મલાઈમાં એક ચમચી મધ અને વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્સ કરો અને તેને સારી રીતે હલાવો. જ્યારે તે ક્રીમ જેવી પેસ્ટ બની જાય ત્યારે તેને ચહેરા અને ગરદન પર લગાવો મસાજ કરો.


સ્ટેપ્સ 1


છેલ્લી અને સૌથી મહત્વની બાબત છે ફેસ પેક, જે તમારા ફેશિયલમાં ઈન્સ્ટન્ટ ગ્લો આપે છે. ઘરે ગોલ્ડ ફેશિયલ ફેસ પેક બનાવવા માટે, કાચા દૂધમાં એક ચમચી મધ અને એક ચપટી હળદરને મિક્સ કરીને  પેસ્ટ બનાવો અને તેને આખા ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી લગાવો. પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો. તમે પહેલી વાર ધોતા જ તમારા ચહેરા પર ગ્લો આવી જશે.


Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.