Ghee For Hair: ઘી ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ઉપયોગી છે. પરંતુ, તમે શું જાણો છો, હેરની દરેક સમસ્યાનો ઇલાજ દેશી ઘીમાં છે. જી હાં, તેનો ઉપયોગ કરીને તમે મજબૂત વાળ મેળવી શકો છો. ઘી માં વિટામીન-એ, વિટામીન-ઈ અને ઘણા તત્વો છે, તે હેરનો ગ્રોથ વધારે છે. ઘીનો ઉપયોગ કરીને તમે વાળને ઘાટા, લંબા અને સોફ્ટ . તો ચાલો જાણીએ, વાળમાં ઘી લગાવાવના અન્ય ક્યાં ફાયદા છે.
સ્કેલ્પને રાખે છે હેલ્ધી
જો તમને ડ્રાય સ્કૅલ્પની સમસ્યા હોય તો તમે ઘીનો ઉપયોગ કરીને રાહત મેળવી શકો છો. તેમાં રહેલું વિટામિન-ઈ સ્કેલ્પને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
હેર ગ્રોથ માટે
ઘીમાં પ્રોટીન અને ઘણા વિટામિન મળી આવે છે, જે વાળને ઘટ્ટ બનાવે છે. તે વાળ તૂટતા અટકાવે છે. જો તમારે જાડા વાળ જોઈએ છે, તો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો.
નેચરલ કંન્ડિશનર
ઘીનો ઉપયોગ કરવાથી વાળમાં મોશ્ચર બની રહે છે. તેમાં રહેલા વિટામિન-એ અને વિટામિન-ઇ સ્કેલ્પની સ્કિનને સારી બનાવે છે. તેનાથી હેર સ્મૂધ અને શાઇની બને છે.
ફ્રીઝી હેરથી મળશે છુટકારો
ઘીમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેના ઉપયોગથી વાળની ગંદકી દૂર થાય છે. જેના કારણે તમારા વાળ જાડા અને મુલાયમ બની શકે છે.
ડ્રન્ડર્ફની સમસ્યા કરશે દૂર
સ્કેલ્પની સ્કિન જ્યારે વધુ ડ્રાય થઇ જાય છે ત્યારે ડ્રન્ડર્ફની સમસ્યા થઇ શકે છે. તો ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે તમે ઘીથી તમારા માથાની મસાજ કરી શકો છો.
સફેદ વાળ થતાં રોકે છે.
ઘીના ઉપયોગથી વાળ સફેદ થતા અટકાવી શકાય છે. તેમાં હાજર વિટામિન-ઈ વાળના કેરાટિનને વધારી શકે છે. જેના દ્વારા તમે વાળની સમસ્યાથી બચી શકો છો.
દ્રીમુખી વાળથી છુટકારો
તમે તમારા વાળમાં ઘી લગાવીને સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાને ઘટાડી શકો છો. તેના ઉપયોગથી વાળની શુષ્કતા ઓછી થઈ શકે છે. જેના દ્વારા તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો