Vaginal Discharge :વજાઇનલ  સ્રાવ તમારા પ્રાઈવેટ પાર્ટ (યોનિ)ને કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન અને ઈરિટેશનથી બચાવે છે. ચાલો જાણીએ કેસ્ત્રાવનો રંગ તમારા સ્વાસ્થ્ય વિશે શું કહે છે.


બધી સ્ત્રીઓને કોઈને કોઈ  વજાઇનલ  સ્રાવ થાય છે. કેટલીકવાર તે સામાન્ય સમસ્યા હોય છે, પરંતુ કેટલીકવાર તે શરીરમાં ઉદ્ભવતા ઘણા રોગોના સંકેતો આપી શકે છે. સ્ત્રીઓમાં સામાન્ય યોનિમાર્ગના સ્ત્રાવનો રંગ સફેદ કે ઓફ-વ્હાઈટ હોય છે, પરંતુ જો તમને ક્યારેય તમારા સ્ત્રાવના રંગમાં ફેરફાર જણાય તો તરત જ સાવધાન થઈ જાવ. કારણ કે તે એક ખતરનાક પરિસ્થિતિ પણ હોઈ શકે છે, જેને અવગણવાથી જીવન માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે.


વજાઇનલ આપના  પ્રાઈવેટ પાર્ટને કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન અને ઈરિટેશનથી બચાવે છે. યોનિમાર્ગ સ્રાવનો રંગ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહી શકે છે. આ સ્રાવ સફેદ રંગનું પ્રવાહી છે. તે સ્ત્રીઓની યોનિ અને સર્વિક્સમાં સ્થિત ગ્રંથીઓમાંથી મુક્ત થાય છે. યોનિમાર્ગ સ્રાવ શરીરમાંથી મૃત કોષો અને બેક્ટેરિયાને દૂર કરે છે. જેના કારણે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ ઘણા પ્રકારના ઈન્ફેક્શનથી સુરક્ષિત રહે છે.


વજાઇનલ  સ્રાવનો રંગ શું સૂચવે છે?



  • સફેદ સ્રાવઃ જો પ્રાઈવેટ પાર્ટમાંથી જાડા સફેદ રંગનું પ્રવાહી નીકળતું હોય તો તેને સામાન્ય માનવામાં આવે છે. જો કે, જો સ્રાવ વધુ પડતી ખંજવાળ અને બર્નિંગ સાથે છૂટો પડી રહ્યો હોય, તો તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. કારણ કે તમને યીસ્ટ ઈન્ફેક્શન થઈ શકે છે.

  • પીળો  સ્રાવઃ જો તમને પીળો  સ્રાવ હોય તો બિલકુલ બેદરકારી ન રાખો. કારણ કે આવું બેક્ટેરિયલ અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શનને કારણે થઈ શકે છે.

  • લીલો  સ્રાવ: આ બેક્ટેરિયલ ચેપ અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપને કારણે હોઈ શકે છે. આવી સ્થિતિમાં પણ તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો એ સારો વિકલ્પ રહેશે.

  • બ્રાઉન સ્રાવ: બ્રાઉન યોનિમાર્ગ સ્રાવ ક્યારેક અનિયમિત પીરિયડ્સને કારણે થાય છે. જો તમારી સાથે આવું થાય, તો ડૉક્ટરનો સંપર્ક કરવામાં વિલંબ કરશો નહીં. કારણ કે તે ગર્ભાશય અને સર્વાઈકલના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

  • યીસ્ટ ઈન્ફેક્શન ડિસ્ચાર્જઃ જો સ્રાવ ખૂબ જાડો અને સફેદ રંગનો હોય, તે પણ ગંભીર બર્નિંગ અને ખંજવાળ સાથે, તો એવી શક્યતાઓ છે કે તે યીસ્ટનો ચેપ હોઈ શકે છે.