ઉત્તર પ્રદેશના પીલીભીતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે અહીં મેગી ખાવાથી 10 વર્ષના બાળકનું મોત થયું છે. આ સાથે જ પરિવારના 6 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. પરિવારના સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં નૂડલ્સ સાથે ભાત ખાધા બાદ પરિવારના છ સભ્યોની હાલત બગડી હતી. પરિવાર બધાને હોસ્પિટલ દાખલ કરવા પડયાં હતા જો કે  6 વર્ષના બાળકનું ઘરે આવ્યા બાદ મોત થયું હતું.. આ ઘટના બાદ પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.


પુરનપુર વિસ્તારના રાહુલ નગરની રહેવાસી સીમાના લગ્ન ઘણા વર્ષો પહેલા દેહરાદૂનના રહેવાસી સોનુ સાથે થયા હતા. સીમા ગુરુવારે તેના પુત્રો રોહન અને વિવેક અને પુત્રી સંધ્યા સાથે તેના મામાના ઘરે આવી હતી. જ્યાં રાત્રે પરિવારના તમામ સભ્યો નુડલ્સ અને ભાત ખાઈને સુઈ ગયા હતા.


આ પછી રાત્રે સીમા, તેના ત્રણ બાળકો, બહેન સંજુ અને ભાભી સંજનાની હાલત ખરાબ થઈ ગઈ. શુક્રવારે તમામ લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબિયતમાં સુધારો થતાં પરિવારના સભ્યો ઘરે ગયા હતા. જો કે બાળકની તબિયત ફરી લથડી હતી અને તેનું મોત થયુ હતું. સારવાર બાદ પણ બાળક સાજો ન થતાં ડોક્ટરની બેદરકારીને લઇને પણ સવાલ ઉભા થઇ રહ્યાં છે.


ઘટનાની માહિતી મળ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે મામલાની તપાસ શરૂ કરી છે. આ અંગે માહિતી આપતા પુરનપુર આરોગ્ય કેન્દ્રના ડો.રશીદે જણાવ્યું કે, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પાંચ લોકોને લાવવામાં આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે તેણે નૂડલ્સ સાથે ભાત ખાધા હતા. તેમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યો છે.