Accident:કર્ણાટકમાં સર્જાયેલા ભયંકર રોડ અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.


પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આ અકસ્માત ચિક્કાબલ્લાપુર જિલ્લા મુખ્યાલય શહેરની બહારના ભાગમાં થયો હતો. કાર બાગેપલ્લીથી ચિક્કાબલ્લાપુર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે ઉભેલા ટેન્કરને ટક્કર મારી હતી, પરિણામે ચાર મહિલાઓ સહિત 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


તો બીજી તરફ રાજસ્થાનમાં જમીનના વિવાદમાં એક વ્યક્તિને ટ્રેક્ટરથી કચડી નાખવામાં આવ્યો હોવાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પર નિર્દયતાથી યુવક પર   ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. નજીકમાં હાજર લોકો ચીસો પાડે છે. પરિવારના સભ્યો ચીસો પાડે છે પરંતુ તે અટકતો નથી. તેણે એક વાર નહીં પણ છ વખત આ માણસ પર ટ્રેક્ટર ચલાવ્યું.


રાજસ્થાનના ભરતપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં જમીન મામલે બે પરિવારો સામસામે આવી ગયા હતા. તે દરમિયાન, એક વ્યક્તિ એટલો ગુસ્સે થયો કે તેણે બીજી બાજુના વ્યક્તિ પર છ વાર ટ્રેક્ટર ચલાવ્યું. ટ્રેક્ટર નીચે કચડાઈ ગયેલા વ્યક્તિના પરિવારજનોએ ટ્રેક્ટર ચાલકને આજીજી કરી હતી, પરંતુ તેણે સાંભળ્યું ન હતું અને જ્યાં સુધી વ્યક્તિ કચડાઈ ન જાય ત્યાં સુધી તેણે ટ્રેક્ટર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું.


 પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બહાદુર અને અતર સિંહ ગુર્જરનો પરિવાર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના અડ્ડા ગામમાં રહે છે. બંને પરિવારો વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. બુધવારે ફરી બહાદુરના પરિવારનો એક યુવક ટ્રેક્ટર લઈને વિવાદિત જમીન પર પહોંચ્યો હતો. અતરસિંહનો પુત્ર નરપત પણ સ્થળ પર પહોંચી ગયો અને જમીન પર સૂઈ ગયો. આ દરમિયાન બહાદુરના પરિવારના એક વ્યક્તિએ તેના પર છ વખત ટ્રેક્ટર ચલાવ્યું હતું. આ ઘટનાના કેમરેમા કેદ થઇ છે. પરિવારની સામે જ સભ્યની ઘાતકી હત્યા બાદ તેના પરિવારમાં શોકનો માહોલ છે.       


આ ઘટનામાં સૌથી ચોંકાવનારી અને સંવેદનશીલ વાત એ છે કે, આ ઘટના અન્ય સાક્ષી પણ મદદે આવવાની બદલે વીડિયો બનાવતા રહ્યાં