Hit and run :બનાસકાંઠાના રામજીયાની નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અકસ્માતમાં દાદા અને પૌત્રનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.


બનાસકાંઠાના રામજીયાની નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે લોકોના કમકમાટીભર્યો ઘટનાસ્થળે જ મોત થયા છે. દાદા અને પૌત્ર રોડના કિનારે ઉભા હતા. આ સમયે પુરપાટ ઝડપે આવતી કારે દાદા અને પૌત્રને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યો મોત નિપજ્યા છે. આટલા ભયંકર અકસ્માત બાદ પણ  કાર ચાલક નાસી ગયો હતો જો કે પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીઘી છે. આ ઘટના અમીરગઢ બોર્ડર પાસે બની હતી. કાર ચાલક પરિવાર સાથે રાજસ્થાનની અમદાવાદ જતો હતો. અકસ્માતની સમગ્ર ઘટના રોડ પાસે આવેલા એક ફાર્મના સીસીટીવીમાં કેદ થયા હતા.