Accident: અમરેલી તાલુકાના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે.અહીં બાળકો કારમાં રમતા હતાં અને કાર લોક થઇ જતાં ચારેય બાળકોના શ્વાસ રૂંધાઇ જતાં કરૂણ મોત થયા છે. અહીં બાળકો પાસે કારની ચાવી હાથ  લાગી જતાં બાળકોએ રમત રમતમાં કાર ખોલી લીધી અને અંદર બેસી ગયા હતા જો કે બાદ કાર લોક થઇ ગઇ જતાં ચારેય બાળકો અંદર ફસાઇ ગયા હતા અને થોડો સમય જતાં બાળકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતો. કોઇ પણ કારની આસપાસ ન હોવાથી મદદ  મળતાં આખરે ચારેય બાળકોના ગૂગળાઇ જવાથી મૃત્યુ થયાં છે. મળતી માહિતી મુજબ માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા, આ સમયે આ ઘટના બની હતી. મૃતક બાળકો મધ્યપ્રદેશના પરપ્રાંતિય શ્રમિક પરિવારના હતા. મૃતક બાળકોમાં 2 દીકરી 2 દીકરાનો સમાવેશ થાય છે.  એકજ પરિવારના માસૂમ બાળકો ગૂંગળાય જવાના કારણે મોતને ભેટતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ સમગ્ર ઘટના 2 નવેમ્બરે બની હતી. દુર્ઘટનામાં મોતના પગલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.                           

  


તો બીજી તરફ સુરતમાં પણ  એકયુવક  ડૂબી જવાથી મૃત્યુ થયું છે. સુરત નહેરમાં નાહવા  બે યુવકોમાંથી  એકનો બચાવ થયો હતો જ્યારે અન્ય બીજો યુવક  ડૂબી ગયુ હતું.  યુવકના મોતના સમાચારથી પરિવાર  સહિત સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે . બેને યુવકો  સુરતથી મસ્જીદમાં કામ અર્થે આવ્યા હતા. ફાયરની ટીમ  દ્વારા યુવકનો  મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. માંગરોળના મહુવેજ ગામથી પસાર થતી કેનાલમાં બંને યુવકો ન્હાવવા પડ્યાં હતા. નહેરના પ્રવાહ વધુ હોવાથી બંને યુવકો તણાયા હતા. જો કે એકનો આબાદ બચાવ થયો છે જ્યારે અન્ય મોતને ભેટતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.                                                            


આ પણ વાંચો 


Almora Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 25નાં કમકમાટીભર્યો મોત