Accident:ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો ટ્રક પલટી મારી જતા મોટી દર્ઘટના સર્જાઇ છે. અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.


ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો ટ્રક પલટી મારી જતા મોટી દર્ઘટના સર્જાઇ છે. અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. અહીં ટ્રેક પલટી જતા અનેક લોકો નીચે દબાઇ ગયા હતા. મળી રહેલ જાણકારી અનુસાર ટ્રક નીચે દબાઈ જતા 6 થી વધુ લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આ ટ્રકમાં 12 થી 14 શ્રમિકો  સવાર હતા. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઇ રહી છે.


Surat: તળાવમાં ત્રણ મિત્રો પડ્યા ન્હાવા, એકનું ડૂબી જતાં મોત


urat News:  સુરતના માંગરોળના પાલોદના ગામમાં એક કરૂણ ઘટના બની છે. તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત થયું હતું. મોડી સાંજ થવા છતાં ઘરે પરત નહીં ફરતાં13 વર્ષીય શુભમની શોધ ખોળ કરવામાં આવી હતી. પૂછપરછમાં નજીક આવેલા તળાવમાં 3 મિત્રો જોડે ન્હાવા ગયા હોવાનું સામે આવ્યું હતું. જે પૈકી ન્હાવા પડેલ ત્રણ મિત્રો પૈકી બે મિત્રો બહાર નીકળી આવ્યા હતા. જ્યારે શુભમનું ડૂબી જતાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું. મોડી રાત્રે તળાવમાંથી શુભમનો મૃત દેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પુત્રના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 


જૂનાગઢમાં પરિવારે દિકરીને બનાવી અંધશ્રદ્ધાનો ભોગ, હવનકુંડમાં હાથ નંખાવી દીધા ડામ


એકવીસમી સદીને બે દાયકા કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં રાજ્યમાં અંધશ્રદ્ધાના કેસ સામે આવી રહ્યા છે. જુનાગઢમાં એક પરિવારે પોતાની દિકરીને અંધશ્રધ્ધાનો ભોગ બનાવી હતી. પુત્રીના હવનકુંડમાં હાથ નંખાવી નરાધમે અન્ય પુત્રી સાથે પણ અત્યાચાર કર્યો હતો. કેશોદના પડોદર ગામમાં હવનમાં સગીરાને હાથ અને પગમાં ડામ આપવામાં આવ્યા હતા.. સગીરાને એવું કહેવામાં આવ્યું કે તારી બલી આપીશું તો કુટુંબને આર્થિક ફાયદો થશે, આમ કહીને સગીરાના હાથ હવન કુંડમાં નાખવામાં આવ્યા અને હાથ-પગમાં ડામ દેવાયા. આ સાથે સગીરાને આખો દિવસ ધૂણાવવામાં આવી હોવાનો પણ આરોપ લાગ્યો છે. નાની પુત્રી પર થતાં અત્યાચારનો વિરોધ કરનાર મોટી પુત્રી અને તેની માતાને પરિવારજનોએ માર માર્યો હોવાનો આરોપ માતાએ કર્યો છે.ઈજાગ્રસ્ત હાલતમાં હાલ માતા અને તેની બે પુત્રીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બનાવને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.