Flood Viral Video: ઘણી વખત ઝડપથી વહેતા પાણીમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. તેમ છતાં લોકો બેદરકારીથી પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકે છે. આવા વીડિયો અવારનવાર વાયરલ થતાં રહે છે ત્યારે વધુ એક આવો જ એક વીડિયો સમોઆથી સામે આવ્યો છે, જે ઘણો ડરામણો છે. મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં તણાતી જોવા મળી રહી છે. ભારે વરસાદને લીધે રોડ પરથી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તેમાં બસ ચાલક પોતાની બસ હંકારી મુકે છે તે એ ગલતફેમીમાં રહે છે કે તેની ભારે બસ આ પાણીના પ્રવાહમાંથી પસાર થઈ જશે. જો કે તે ખોટો સાબિત થાય છે અને પાણીનો પ્રવાહ બસને વહાવી લઈ જાય છે.
પાણીના જોરદાર પ્રવાહમાં મુસાફરોથી ભરેલી બસ તણાઇ
એક તરફ જ્યાં ભારતના અનેક રાજ્યો પૂરની ઝપેટમાં છે. તે જ સમયે સમોઆમાંથી એક હ્રદયસ્પર્શી વીડિયો સામે આવી રહ્યો છે. અહીં ડ્રાઈવર મુસાફરોથી ભરેલી બસને પાણીના જોરદાર પ્રવાહમાં લઈ જઈને ક્રોસ કરવા લાગે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાણી એટલી ઝડપે વહી રહ્યું છે કે થોડી જ વારમાં તે બસને પછાડીને તેને પોતાની સાથે લઈ જાય છે. આ દરમિયાન બસની અંદર હાજર મુસાફરોની ચીસો સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે. થોડી જ વારમાં અડધાથી વધુ બસ પાણીમાં ડૂબી જાય છે અને વહેવા લાગે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બસ જ્યાં વહી રહી છે તે બાજુ દૂર દૂર સુધી માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે.
હ્રદયદ્રાવક વીડિયો થયો જોરદાર વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, ઘણા યુઝર્સે ટિપ્પણી પણ કરી છે. મોટાભાગના યુઝર્સે તેમની ટિપ્પણીઓમાં ડ્રાઇવરને બેદરકાર ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતમાં પણ ભૂતકાળમાં અનેક વાહનો પૂરના પાણીમાં વહી જવાના વીડિયો વાયરલ થયા છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં કારની સાથે અનેક ઘરો પણ પાણીના પ્રવાહમાં વહી ગયા હતા.