Woman farmer With Sonia Gandhi: વાતચીત દરમિયાન મહિલા ખેડૂતોએ પ્રિયંકા ગાંધીને પણ પૂછ્યું કે તેમની માતા સોનિયા ગાંધી  તેમને બાળપણમાં શું બનાવીને જમાડતા હતા.


કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા સોનીપતની મહિલા ખેડૂતોને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું હતું, ત્યારબાદ તાજેતરમાં મહિલા ખેડૂતોનું એક જૂથ દિલ્હી પહોંચ્યું હતું, અને 10 જનપથ ખાતે સોનિયા ગાંધીના નિવાસસ્થાને એક મેળાવડો થયો હતો. જ્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મહિલા ખેડૂતો સાથે બેઠા ત્યારે તમામ ચર્ચાઓ સાથે ખૂબ હાસ્ય અને મસ્તી પણ થઈ હતી.


મહિલા ખેડૂતોએ સોનિયા ગાંધી સાથે બેસીને ભોજન કર્યું અને  તેમની સાથે ડાન્સ પણ કર્યો. આ દરમિયાન એક રમુજી ઘટના બની, જ્યારે સોનિયા ગાંધીની બાજુમાં બેઠેલી એક મહિલા ખેડૂતે તેમને હળવાશથી કહ્યું કે હવે રાહુલના લગ્ન કરાવી દો.


જ્યારે મહિલા ખેડૂતે રાહુલના લગ્ન વિશે ચીડવવાનું શરૂ કર્યું, ત્યારે સોનિયા ગાંધીએ સત્વરે જવાબ આપ્યો અને કહ્યું, "અરે, તમે યુવતી શોધી લાવો હું લગ્ન કરાવી દઇશ." સોનિયા ગાંધીએ આટલું કહ્યું કે તરત જ ત્યાં બેઠેલી અન્ય તમામ મહિલાઓ હસવા લાગી. આ પછી રાહુલ ગાંધીએ પણ જવાબ આપ્યો અને કહ્યું કે લગ્ન તો થઇ જશે.


રાહુલે સોનીપતમાં આમંત્રણ આપ્યું હતું


આ મહિનાની શરૂઆતમાં, રાહુલ ગાંધી ડાંગરની રોપણી સમયે સોનીપતના એક ગામમાં પહોંચ્યા હતા અને ખેડૂતોની સાથે રોપણીમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન ઘણી મહિલાઓ પણ રાહુલ ગાંધીને મળવા પહોંચી હતી. બેઠક દરમિયાન મહિલાઓએ રાહુલ ગાંધીને દિલ્હીમાં તેમના ઘરે આવવાની માંગ કરી હતી. ત્યારે રાહુલ ગાંધીએ તેમને આમંત્રણ આપવાની સાથે સાથે દિલ્હી બોલાવવાનું વચન આપ્યું હતું.


જ્યારે રાહુલે પૂછ્યું - તમને સૌથી વધુ શું ગમ્યું?


જ્યારે મહિલા ખેડૂતોનું જૂથ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યું ત્યારે રાહુલ ગાંધીએ પૂછ્યું કે . તમને અહી આવનીને સૌથી વધુ શું ગમ્યુ. ત્યારે  એક મહિલાએ કહ્યું કે અમને તમારો પ્રેમ સૌથી વધુ ગમ્યો. આ દરમિયાન તેમના ઘરના બાળકો પણ મહિલાઓ સાથે હતા. મહિલાઓ ઘરેથી દેશી ઘી અને લસ્સી સાથે સ્પેશિયલ ફૂડ પણ લાવી હતી.


પ્રિયંકાએ કહ્યું- માતા તેમને શું બનાવીને ખવડાવતી હતી


એક મહિલાએ પ્રિયંકા ગાંધીને પૂછ્યું કે, સોનિયાજી બાળપણમાં તમને શું બનાવીને ખવડાવતા હતા તો તેમણે કહ્યું કે.  કાશ્મીરી બ્રાહ્મણોમાં ડુંગળી અને લસણ નાખવામાં આવતા નથી. આને કાસૂન કહે છે. સરસવના તેલમાં દહીં નાખીને ગરમ કરીને તે ખવડાવતી હતી. તેમજ તે ખીર બનાવીને મને જમાડતી. મારી મા બધી જ રસોઇ સીખી ગઇ છે.