Stock market Scam:રાજકોટમાં  શેરબજારના એક મોટા  કૌભાંડનો   પર્દાફાશ થયો છે. અમુક નક્કી કરેલી કંપનીઓના 10 રૂપિયા જેટલી કિંમતના શેર 100 રૂપિયા સુધી લઈ જવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં સુરત,વડોદરા અને અમદાવાદમાં SEBI એ તપાસ કરતા રાજકોટમાંથી લિંક સામે આવી છે. આ સમગ્ર મામલે  રાજકોટના મોટા સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની SEBI એ પૂછપરછ શરૂ કરી છે. હર્ષ રાવલની પૂછપરછ કરતાં જંગલેશ્વરમાં રહેતા એક શખ્સના એકાઉન્ટમાંથી મોટી લેવડ દેવડ થઈ હોવાનું સામે આવ્યું છે.જે અમુક નિશ્ચિત કંપનીમાં ખરીદ વેચાણ કરાવી કૌભાંડ કરાવતા હતા.