તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપે 8 હજારથી વધુ જિંદગીને મોતના ખપ્પરમાં હોમી દીધી.અહીં અનેક લોકોની પોતાની દર્દનાક દાસ્તાના છે. આ સ્થિતિમાં કુદરતના કેરની વચ્ચે કુદરતનો ચમત્કાર પણ જોવા મળ્યો. કહેવાય છેને કે રામ રાખે તેને કોણ ચાખે, આવું જ કંઇક સીરિયામાં બન્યું અહીં 30 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ નવજાત બાળક ગર્ભનાળ સાથે જીવિત મળી.
સીરિયામાં કાટમાળ નીચે ફસાયેલી એક ગર્ભવતી મહિલાએ નવજાત બાળકને જન્મ આપ્યો છે. ઉત્તર સીરિયામાં એક ઘરના કાટમાળમાંથી એક નવજાત શિશુને જીવતું બહાર કાઢવામાં આવ્યું છે. તેને તાજુ જન્મેલુ હોવાથી ગર્ભનાળ પણ હતી. સોમવારે ભૂકંપ દરમિયાન તેની માતાનું મૃત્યુ થયું હતું. પરિવારના એક સંબંધીએ આ માહિતી આપી છે.
34 વર્ષીય ખલીલ અલ શમીએ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે, સીરિયાના જિંદાયરિસ શહેરમાં સોમવારે આવેલા ભૂકંપમાં તેના ભાઈનું ઘર નષ્ટ થઈ ગયું હતું. આખી ઈમારત કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ. તે તેના ભાઈ અને પરિવારના અન્ય સભ્યોને શોધવા માટે કાટમાળ ખોદી રહ્યો હતો. દરમિયાન, તેણે એક સુંદર બાળકીને તેની ભાભીની નાળ સાથે જોડાયેલી જોઈ. જે બાદ તેઓએ તરત જ નાળ કાપી અને બાળકી રડવા લાગી, તેને બહાર કાઢી. જ્યારે કાટમાળને સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે બાળકની માતા મરી ગઈ હતી. બાળકીનું હૃદય ધબકતું હતું. જો કે બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ખલીલના કહેવા પ્રમાણે, તેની ભાભી ગર્ભવતી હતી અને એક-બે દિવસ પછી ડિલિવરીની ડેટ મળી હતી પરંતુ કુદરતને કંઇક બીજું જ મંજૂર હતુ. અચાનક આવેલી કુદરતી આફતે બાળકીના માને જન્મતાવેત છીનવી લીધી. કાટમાળમાંથી લગભગ 30 કલાક બાદ બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.
મંગળવારે એએફપીને જણાવ્યું હતું કે, અમે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે અમને બાળકનો વાજ સંભળાયો. અમે ધૂળ સાફ કરી અને નાળ સાથેનું બાળક મળ્યું, તેથી અમે તેની નાળ કાપી નાખી.ય મારા પિતરાઈ ભાઈઓ તેને હોસ્પિટલ લઈ ગયા. બચાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ચાર માળની ઈમારતના કાટમાળમાંથી એક નવજાત સુરક્ષિત બહાર આવવું તે કોઇ કુદરતી ચમત્કારથી ઓછુ ન કહી શકાય.
પરિવારના અન્ય સભ્યોના મૃત્યુ
બાળકીને સારવાર માટે નજીકના શહેર આફ્રીન લઈ જવામાં આવી હતી, જ્યારે પરિવારના સભ્યોએ તેના પિતા અબ્દુલ્લા, માતા અફ્રાહ, ચાર ભાઈ-બહેન અને એક કાકીના મૃતદેહ બહાર કાઢ્યા હતા.મંગળવારે પરિવારના સામૂહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એએફપીના સંવાદદાતાએ જણાવ્યું હતું કે જિંદયારીમાં લગભગ 50 પરિવારોમાંથી એકનું ઘર ભૂકંપથી નાશ પામ્યું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર સીરિયામાં 1,600 થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે તુર્કીમાં 3,400 થી વધુ લોકો માર્યા ગયા હતા. વિદ્રોહીઓના કબજામાં આવેલા નગરો અને શહેરોમાં લગભગ 800 લોકો માર્યા ગયા છે.
.