Weather Today: દેશભરમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયા બાદ વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઓગસ્ટ, રવિવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ, આગાહી અનુસાર, 21 અને 22 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ એટલે કે 23 ઓગસ્ટે હવામાન ચોખ્ખુ રહેશ. દિલ્હીમાં રવિવાર, 20 ઓગસ્ટે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે.
રાજસ્થાનમાં 16 ઓગસ્ટથી હળવા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું છે. આગામી દિવસોમાં પૂર્વી રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય થવાની પ્રબળ સંભાવના છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર રાજ્યમાં 20 ઓગસ્ટ અને 21 ઓગસ્ટે ઝરમર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી એક સપ્તાહમાં પણ આવું જ હવામાન રહેશે.
પહાડી રાજ્યોમાં તબાહી
ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નદીઓ વહેતી થઈ ગઈ છે અને રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. વરસાદના કારણે પહાડી રાજ્યમાં તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે અનેક લોકોના મોત પણ થયા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગની આગાહી મુજબ 21 અને 22 ઓગસ્ટે ભારે વરસાદ, તોફાન અને વીજળી પડવાની સંભાવના છે. આ સ્થિતિ 24 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઉત્તરાખંડમાં રવિવાર 20 ઓગસ્ટ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે., સોમવાર અને મંગળવાર માટે પણ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
હવામાન ક્યાં રહેશે
ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ઓછો થઈ રહ્યો છે. જેના કારણે લોકોને બફારો અને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઓગસ્ટ, રવિવારે રાજ્યના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઓડિશામાં રવિવાર, 20 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે હવામાન વિભાગે 20 ઓગસ્ટ, રવિવારના રોજ કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સિવાય ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.