Gujarat Weather Update: રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા હજુ પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવે છે. હાલ ઉત્તર .ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડી પડી રહી છે.આ કોલ્ડવેવની અસર અસર ગુજરાતમાં પણ થશે જેના પગલે ઠંડીનું પ્રમાણ વધશે.
આગામી બે દિવસ બાદ હજુ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાત શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે નોંધાયો છે. ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 5.1 ડિગ્રી સાથે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધયું છે. હવામાન વિભાગે હવે કમોસમી વરસાદની શક્યતાને નકારી છે
જો કે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી માસમાં પણ માવઠાના સંકટનો અમુમાન વ્યક્ત કર્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સના પગલે ફેબ્રુઆરી માસની શરૂઆતમાં તેમજ 17 અને 18 ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યા છે. અંબાલાલના આંકલન મુજબ રાજ્યમાં ફરી 17 અને 18મી ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ થઈ શકે છે .
ઉતરાણમાં કેવી રહેશે હવાની ગતિ
અંબાલાલાના અનુમાન મુજબ મકરસંક્રાતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉતરાણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય ત્યારે આ અવસરે હવામાન નિષ્ણાંત અંબાલાલે પવનની ગતિને લઇને મહત્વની આગાહી કરી છે, પતંગ રસિકો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે. મકરસંક્રાતિના અવસરે 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાજો થઇ શકે છે.
તો બીજી તરફ મકરસંક્રાતિના અવસરને લઇને શહેરીજનોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મકરસંક્રાતિના તહેવારને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન વધુ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 14 અને 15 જાન્યુઆરીએ દર 20 મિનિટના અંતરાલમાં મેટ્રો ટ્રેન દોડશે.
અમદાવાદમાં મકરસંક્રાતિનું ધૂમધામથી ઉજવાય છે, આ અવસરે શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સર્વિસ પણ વધારી દેવાઇ છે. 14 અને 15 જાન્યુઆરીએ એમ બે દિવસ 20 મિનિટના અતરાલમાં મેટ્રો દોડશે.આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રો દ્વારા મુસાફરોની સેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 14-01-2024 અને 15-01-2024ના રોજ અમદાવાદ મેટ્રો ફેઝ-1ના બંને કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરા)માં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી દર 20 મિનિટના અંતર ઉપલબ્ધ રહેશે.