Rain Forecast:ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે, આગામી દિવસોમાં ગરમીથી રાહત મળી શકે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં હીટવેવ નહીં રહે. IMD એ બુધવારે (26 જૂન, 2024) આગાહી કરી હતી કે, આગામી 3-4 દિવસ દરમિયાન પશ્ચિમી દ્વીપકલ્પના દરિયાકાંઠે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.


IMDએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના તટ, ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યમાં, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં 27 જૂનથી 30 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.


 28 થી 30 જૂન દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. આ સિવાય પૂર્વી ઉત્તર પ્રદેશમાં 27 અને 28 જૂને વિવિધ સ્થળોએ ભારે (64.5-115.5 mm) થી ખૂબ જ ભારે (115.5-204.4 mm) વરસાદ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. ચોમાસુ પણ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.


દિલ્હીમાં ચોમાસું ક્યારે પહોંચશે?


સ્કાયમેટ વેધર સર્વિસના મહેશ પલાવતના જણાવ્યા અનુસાર, "મોનસૂન 29 કે 30 જૂને દિલ્હી પહોંચે તેવી શક્યતા છે."


ક્યાં અને ક્યારે પહોંચશે ચોમાસું?


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ત્રણથી ચાર મહિનામાં ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશના બાકીના ભાગો, પશ્ચિમ બંગાળના બાકીના વિસ્તારો, ઝારખંડ, બિહારના બાકીના વિસ્તારો, રાજસ્થાનના બાકીના વિસ્તારો, પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે દિવસ દરમિયાન આવી શકે


ગુજરાતમાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી 


રાજ્યના 10 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.. સૌરાષ્ટ્રના સાત, ઉત્તર ગુજરાતના એક, તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં  વરસાદ  વરસી શકે છે.સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. .. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ  અપાયું છે.દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.


બુધવારે રાજ્યના 75 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. 20 તાલુકામાં વરસ્યો એક ઈંચથી વધુ વરસાદ પડ્યો. તો  મોરબીના ટંકારામાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો.. તો કોડીનાર, ગોંડલ, જૂનાગઢમાં વરસ્યો ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો