Pushpa 2 Screening Stampede Case: 'પુષ્પા 2' ના સ્ક્રિનિંગ દરમિયાન 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરની બહાર મચી ગયેલી  નાસભાગમાં રેવતી નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે તે મહિલાનો 8 વર્ષનો પુત્ર પણ આ નાસભાગમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તે વેન્ટિલેટર સપોર્ટ પર છે અને તે  જીવનની લડાઈ લડી રહ્યો છે.


ધ હિન્દુ અનુસાર, હોસ્પિટલે એક નિવેદન આપ્યું છે. જેમાં ખુલાસો થયો છે કે, રેવતીના પુત્ર શ્રી તેજાને વચ્ચે-વચ્ચે તાવ આવી રહ્યો છે. શનિવારે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ' બાળક હજુ પણ પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU)માં વેન્ટિલેટર  પર છે.                                                                                                                                                             


8 વર્ષનો માસૂમ બાળક ટ્યુબ ફીડિંગનું સેવન કરી રહ્યો છે


'તે હેમાડાયનેમિકલી રીતે  સ્થિર છે અને ટ્યુબ ફીડિંગ લે છે. જો કે, તેને વારંવાર તાવ ચઢી જાય છે.  તે એક અલ્ટર્ટ સેન્સોરિયમમાં રહે છે.  સંધ્યા થિયેટરની બહાર થયેલી ભાગદોડમાં રેવતીનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતું, શ્રીતેજાને પણ ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિકંદરાબાદની KIMS કડલ્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.


 આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી


હૈદરાબાદ પોલીસે 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરની બહાર થયેલી નાસભાગના સંબંધમાં 13 ડિસેમ્બરે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે તેલંગાણા હાઈકોર્ટે અભિનેતાને 14 દિવસના જામીન પર મુક્ત કર્યો છે. આ પહેલા અલ્લુ અર્જુને પીડિત પરિવારની મદદ માટે 25 લાખ રૂપિયા આપ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ પણ અલ્લુ અર્જુને દાવો કર્યો હતો કે તે પીડિત પરિવારને દરેક રીતે મદદ કરશે.