Ahmedabad : આમ તો ખાનગી શાળાને કોઈ સરકારી શાળા ટક્કર આપે તે લોઢાના ચણા ચાવવા જેવી વાત કહેવાય. પરંતુ આ અશક્ય વાતને શક્ય બનાવી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP શાળાએ. આ શાળામાં એડમિશન લેવાનો ધસારો એટલો વધારે છે કે એડમિશન માટે 200 વિદ્યાર્થીઓનું વેઈટીંગ ચાલી રહ્યું છે. એટલું જ નહિ આસપાસમાં આવેલી કેટલીક ખાનગી શાળાઓએ તો આ સરકારી શાળાને ટક્કર આપવા ફીમાં ડિસ્કાઉન્ટ ઓફર પણ મૂકી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં 11 સ્માર્ટ સ્કૂલ, 8 નવી શરૂ થશે
છેલ્લા કેટલાક વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષણમાં સુધારો આવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં 11 જેટલી સ્માર્ટ શાળાઓ તૈયાર થઈ ચૂકી છે અને આગામી વર્ષમાં વધુ 8 સ્માર્ટ સ્કૂલ શહેરના અલગ અલગ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. સરકારી સ્કૂલમાં શિક્ષણમાં સુધારો અને ફી ઉઘરાવવામાં ખાનગી શાળાઓની મનમાની સામે વાલીઓ હવે ફરી સરકારી શાળાઓ તરફ વળ્યાં છે. અમદાવાદના સૈજપુર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે જ્યાં એડમિશન લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો છે.
SVP સ્કૂલમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ
આ સ્કૂલના શિક્ષકએ જણાવ્યું કે SVP સ્કૂલમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે માધ્યમ ધોરણ 1થી 8 ચાલે છે. ગુજરાતી માધ્યમમાં ધોરણ 1થી 8માં 862 વિધાર્થીઓ છે. એક ક્લાસમાં 40ની સંખ્યા છે. ગુજરાતી માધ્યમમાં એડમિશન માટે 125નું વેઈટીંગ ચાલી રહ્યું છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1થી 8માં 663 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. અને એડમિશન માટે 200નું વેઈટીંગ ચાલી રહ્યું છે. SVP સ્કૂલમાં એડમિશન માટે સતત વાલીઓની ઇન્કવાયરી આવતી રહે છે. જેના પાછળનું કારણ છે અહીંની અભ્યાસની પદ્ધતિ. સાથે પૌષ્ટિક મધ્યાહન ભોજન મળે, ગણવેશ તમામ વસ્તુ ફ્રી મળે છે. કોરોનામાં લોકડાઉનમાં પણ વિધાર્થીઓને અહીંના શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણ સતત પૂરું પાડ્યું.
SVP આસપાસની ખાનગી શાળાઓની કફોડી ગલત
અહીંની આસપાસની ખાનગી શાળાઓની સરખામણીમાં પણ SVP સ્કૂલ એડમિશન માટે ધસારો રહે છે. એટલે સુધી કે આસપાસની ખાનગી શાળાઓએ સ્કીમ રાખી છે. કે SVP સ્કૂલમાંથી જે એડમિશન રદ કરાવી અમારી શાળામાં આવે તેઓને ફી માં 2 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
Education Loan Information:
Calculate Education Loan EMI