શોધખોળ કરો

National Highway: ગુજરાતમાં હાઈવેના કામો માટે 3760 કરોડ મંજૂર, અમદાવાદમાં આ 3 જગ્યાએ બનશે એલિવેટેડ ફ્લાય ઓવર

National Highway: ગુજરાતમાં રૂપિયા 3760 કરોડના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ માહિતી માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ આપી છે.

National Highway: ગુજરાતમાં રૂપિયા ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ માહિતી માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ આપી છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ ૨૦૨૨-૨૩નો રૂપિયા ૩૭૬૦.૬૪ કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂપિયા રપ૧૧.૧૦ કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રીજના બાંધકામો તેમજ રૂપિયા ૧ર૪૯.૫૪ કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટીવીટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રીજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનુ નિર્માણ કરાશે, જેના થકી અનેક જગ્યાએથી લોકોને ફાટકમાંથી મુક્તિ મળશે.

તેમણે કહ્યું કે, આ વાર્ષિક પ્લાનમાં રૂપિયા ૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના સિક્સ લેનને એઈટ લેન રસ્તા તરીકે વિકસાવવામાં આવશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને સિક્સ લેન બનાવાશે. આ ઉપરાંત રૂપિયા ૧૨૮ કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના ૫.૨૮ કી.મી.ની ફોર લેન લંબાઇના રસ્તાને સિક્સ લેન બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત રૂપિયા. ૧૧૦ કરોડના ખર્ચે સરખેજ – ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાઇઓવરથી સાણંદ  ફ્લાય-ઓવર વચ્ચે ૪ કી.મી. લંબાઇ ૩ એલીવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે.

આ ઉપરાંત રૂપિયા. ૨૫૭ કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના ૫૦.૪૮ કી.મી.ના ૧૦ મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર ૨(બે) રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનુ નિર્માણ થશે. આ રોડ પર ૧૦૦ કી.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે. આ ઉપરાંત રૂપિયા. ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાધડા – અમરેલીના ૫૦.૪૮ કી.મી.નો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે.

આ ઉપરાંત રૂપિયા. ૪૫૦ કરોડના ખર્ચે ભિલોડા – શામળાજી નેશનલ હાઇવે 168-G નો નવો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ ૧૦ મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં રૂા. ૨૫૦ કરોડના ખર્ચે જામનગર – કાલવાડ નેશનલ હાઇવે-927-D ને ફોર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન, જાણો અન્ય રાજ્યોમાં કેટલું થયું વોટિંગ
Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન, જાણો અન્ય રાજ્યોમાં કેટલું થયું વોટિંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
ફરી પેપર ફૂટ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુહૂર્ત કોને ફળશે?Hun To Bolish | હું તો બોલીશ | રાજનીતિનું મહાભારતGujarat Politics : AAP સાથે છેડો ફાડ્યાં બાદ અલ્પેશ કથીરિયા જુઓ ક્યાં જોડાયાGujarat Weather Update | અકારા તાપને લઈને શાળાના સમયમાં ફેરફાર કરાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન, જાણો અન્ય રાજ્યોમાં કેટલું થયું વોટિંગ
Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન, જાણો અન્ય રાજ્યોમાં કેટલું થયું વોટિંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
ફરી પેપર ફૂટ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Salman Khan House: ફાયરિંગ બાદ હવે લોરેન્સ બિશ્નોઈના નામે બુક કરાયેલી કેબ પહોંચી સલમાનના ઘરે, પોલીસ એક્શનમાં
Salman Khan House: ફાયરિંગ બાદ હવે લોરેન્સ બિશ્નોઈના નામે બુક કરાયેલી કેબ પહોંચી સલમાનના ઘરે, પોલીસ એક્શનમાં
LSG vs CSK: લખનૌએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું, રાહુલે 82 રનની તોફાની ઈનિંગ રમી
LSG vs CSK: લખનૌએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું, રાહુલે 82 રનની તોફાની ઈનિંગ રમી
દીપિકાને પોતાનો હિરો માને છે રોહિત શેટ્ટી, Singham Againમાં બતાવ્યો અભિનેત્રીનો ખુંખાર અવતાર
દીપિકાને પોતાનો હિરો માને છે રોહિત શેટ્ટી, Singham Againમાં બતાવ્યો અભિનેત્રીનો ખુંખાર અવતાર
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Embed widget