Ahmedabad Airport: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (Indira Gandhi International Airport) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં તકનીકી ખામી સર્જાતા ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. આ ખામીને કારણે 300થી વધુ ફ્લાઇટ્સ ના શેડ્યૂલમાં ભારે મોડું થયું છે, કારણ કે વિમાનોના લેન્ડિંગ અને ટેકઓફ માટેનું શેડ્યૂલ મળી રહ્યું નથી.
આ ઘટનાની સીધી અસર ગુજરાત પર પણ જોવા મળી છે, જ્યાં અમદાવાદ એરપોર્ટ પર આવનારી પાંચ ફ્લાઇટ્સને અસર થઈ છે અને બપોરે 1 વાગ્યા સુધીમાં આ ફ્લાઇટ્સ મોડી પડી હતી. જેમાં સ્માર્ટવિંગ્સની SG 8193 ત્રણ કલાકથી વધુ, એર ઇન્ડિયાની AI 2959 અઢી કલાકથી વધુ, ઇન્ડિગોની બોઇંગ 2033 બે કલાકથી વધુ, અકાસા એરની QP 1334 દોઢ કલાકથી વધુ અને એર ઇન્ડિયાની 2715 ફ્લાઇટ મોડી પડી હતી. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટના સમયની અનિશ્ચિતતાને કારણે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના પગલે દિલ્હી એરપોર્ટ સહિત સંબંધિત એરલાઇન્સે મુસાફરો માટે એડવાઈઝરી (Advisory) પણ જારી કરી છે.
શુક્રવારે (7 નવેમ્બર) સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં બીજી ટેકનિકલ ખામી સર્જાઈ. જેના કારણે ફ્લાઇટમાં વિલંબ થયો અને રનવે પર મુસાફરોને લાંબી રાહ જોવી પડી. સિસ્ટમમાં ખામી સર્જાઈ અને આવનારી અને જતી ફ્લાઇટ બંનેને અસર થઈ, જેના કારણે એરપોર્ટ પર અંધાધૂંધી અને બોર્ડિંગ ગેટ પર ભારે ભીડ થઈ. એરલાઇન્સે જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર એર ટ્રાફિક ભીડને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો. ATC સિસ્ટમમાં ખામી સર્જાઈ છે જેના કારણે લગભગ 200 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.
થોડા દિવસો પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતીઆ ઘટના મહત્વપૂર્ણ છે કારણ કે તાજેતરના દિવસોમાં બીજી વખત દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ ખામી સર્જાઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કેટલીક એરલાઇન્સ માટે ચેક-ઇન પ્રક્રિયાઓ ખોરવાઈ હતી, જેના કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો. તે સમયે, એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તેઓ વિલંબ ઘટાડવા અને સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવા માટે તમામ એજન્સીઓ સાથે કામ કરી રહ્યા છે.
દિલ્હી એરપોર્ટે શું કહ્યું
આ પછી, એરપોર્ટે બુધવારે એક અપડેટ જારી કરીને જણાવ્યું હતું કે બધી ફ્લાઇટ્સ હવે સામાન્ય રીતે કાર્યરત છે, પરંતુ શુક્રવારે પણ આ જ સમસ્યા ફરી સામે આવી. થોડા દિવસોમાં આ ત્રીજી વખત છે જ્યારે ટેકનિકલ ખામીએ દિલ્હી એરપોર્ટના સંચાલનને અસર કરી છે, જેના કારણે મુસાફરોને અસુવિધા વધી રહી છે. દિલ્હી એરપોર્ટે શુક્રવારે X પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી અંગે પોસ્ટ કરી હતી.