અમદાવાદ: શહેરને વધું એક નઝરાણું મળવા જઈ રહ્યું છે. શહેરની સાબરમતી નદીના રિવરફ્રન્ટ ઉપર રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે. એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં ક્રૂઝ રેસ્ટોરન્ટ શરુ થશે.

Continues below advertisement

ક્રૂઝ બોટ અમદાવાદના સરદાર બ્રીજથી ગાંધીબ્રીજ સુધી ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે. દક્ષિણ ગુજરાતના વલસાડના ઉંમરગામથી ક્રૂઝ અલગ અલગ છ તબક્કામાં લાવવામાં આવ્યું છે. ત્રણ મહિનામાં ક્રૂઝને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હાલની ગણતરી અનુસાર 125 થી 150 લોકો એક સાથે આ ક્રૂઝ ઉપર બેસી શકશે.

વર્ષ 2022 માં PPP મોડેલ ઉપર SRFDL દ્વારા આ પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, જેના માટે ક્રૂઝ  બોટની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો છે. AMC નો દાવો છે કે દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે, જે નદીમાં કાર્યરત હશે. ક્રૂઝ  બોટમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે મુકવામાં આવશે.

Continues below advertisement

ફાયર વિભાગના સોગંધનામામાં થયો મોટો ખુલાસો

અમદાવાદ: શહેરમાં આગ લાગવાની ઘટના સમયે સમયે સામે આવતી રહે છે. હજુ થોડા દિવસ પહેલા જ એક યુવતીનું આગ લાગવાના કારણે મોત નિપજ્યું હતું. જો કે આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે કોઈએ આગના કારણે જીવ ગુમાવ્યો હોય. આ પહેલા પણ હોસ્પિટલ કે રહેણાંક વિસ્તારમાં આવી આગની ઘટના સામે આવી ચુકી છે. તો બીજી તરફ ફાયર વિભાગ દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં 750 જેટલી ઇમારતો પાસે હજુ પણ ફાયર સેફ્ટીનું માન્ય NOC નથી. જેમાં 739 રહેણાંક ઇમારતો, 6 રેસીડેન્શિયલ કમ કોમર્શિયલ, 2 કોમર્શિયલ અને 3 સ્કૂલની ઇમારતો પાસે ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. ન હોવાની વાત સામે આવી છે. ફાયર વિભાગે 4776 નોટિસો ઈશ્યુ કરી છે. આ ઉપરાંત 67 જેટલી ઇમારતો સીલ કરી છે. જે બાદ લોક જાગૃતિ વધી હોવાનો ફાયર વિભાગે દાવો કર્યો છે.

પતંગ રસિયાઓને પડી જશે મોજ

Gujarat Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.

કચ્છમાં કેટલા દિવસ કોલ્ડવેવની કરાઇ આગાહી?

રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

તો અમદાવાદમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો વલસાડમાં સૌથી નીચુ 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો વડોદરામાં ઠંડીનો પારો 14.4 ડિગ્રી પર પહોંચી ગયો હતો. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો નલિયામાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી પર પહોંચ્યો હતો.

જો કે આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ નલિયામાં ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેશોદમાં ઠંડીનો પારો 15.7 ડિગ્રી, સુરત અને સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ગાંધીનગરમાં ઠંડીનું તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ. મહુવામાં ઠંડીનો પારો 16.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો પોરબંદર, અમદાવાદ અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 14થી 16 જાન્યુઆરીમાં ઠંડીનો પારો નવ ડિગ્રી સુધી ગગડી શકે છે. અમરેલીમાં ઠંડીનો પારો 17.3 ડિગ્રી, ભાવનગરમાં 17.4 ડિગ્રી, ભૂજમાં 17.6 ડિગ્રી અને ડીસામાં ઠંડીનો પારો 17.8 ડિગ્રી સુધી નોંધાયો. તો રાજકોટમાં 18.7 ડિગ્રી અને વેરાવળમાં ઠંડીનો પારો 19.3 ડિગ્રી પર પહોંચ્યો હતો.