અમદાવાદ: અમદાવાદ ઝોન 7માં LCBએ રાત્રીના સમયે બંધ દુકાનોને ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી પાડી હતી. આરોપી વિશાલ ઉર્ફે મોન્ટુ પરમાર, જીતેન્દ્ર ઉર્ફે જીગો મીણા, વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાળી પંડિત અને અજય સોલંકીની એલિસબ્રિજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આરોપી એ છેલ્લા એક અઠવાડીયામાં આનંદનગર, એલિસબ્રિઝ, પાલડી અને બોપલમાં મળી કુલ 5 ગુનાને અંજામ આપ્યો હતો.
ચોરીના ગુનામાં ઝડપાયેલી આ ગેંગ અગાઉ પણ 18 જેટલા ગુનાને અંજામ આપી ચૂકી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીની ગેંગમાં એક રિક્ષા ડ્રાઈવર હતો. જે ચોરીના સ્થળની આસપાસ રેકી કરતો હતો. જો રાત્રીના સમયે પોલીસને જાણ થાય તો સાગરિતોને ભગાડવામાં મદદ કરતો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે તમામ આરોપી દારૂ- જુગાર અને નશાની ટેવવાળા છે. નશાનો શોખ પૂરો કરવા જ ચોરીના રવાડે ચડ્યા હતાં.
પોલીસે ચાર આરોપી પાસેથી ચોરીમાં ગયેલો કેટલોક મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો અન્ય મુદ્દામાલ ક્યા અને કોને વેચ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આ ગેંગમાં અન્ય કોણ- કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો લાખોમાં વેચાઈ રહી છે
ટી20 વર્લ્ડ કપ 2021 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આઇસીસી દ્વારા 3 ઓક્ટોબરથી ટુર્નામેન્ટની ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સોમવારે આ માહિતી આપી હતી. 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. સૌથી મોંઘી ટિકિટની કિંમત આશરે 2 લાખ રૂપિયા છે, જે સામાન્ય કરતાં લગભગ 333 ગણી મોંઘી છે.
આઈસીસીએ કહ્યું કે વર્લ્ડ કપ દરમિયાન યુએઈમાં તમામ સ્થળો આશરે 70 ટકા દર્શકોની ક્ષમતા સાથે સંચાલિત થશે. ઓમાન ક્રિકેટ એકેડેમીએ 3000 દર્શકોને આવકારવા માટે હંગામી ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. આઇસીસી અને યજમાનો કોવિડ -19 પ્રોટોકોલ હેઠળ દર્શકોનું સ્વાગત કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) વહીવટ સાથે નજીકથી કામ કરી રહ્યા છે. યુએઇની વાત કરીએ તો સૌથી ઓછી કિંમતની ટિકિટ 600 રૂપિયામાં ઉપલબ્ધ છે. પરંતુ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા હતા. મેચની ટિકિટ 333 ગણી મોંઘી વેચવામાં આવી હતી અને થોડા જ કલાકોમાં ટિકિટો વેચાઈ ગઈ હતી.