અમદાવાદઃ શહેરના ચકચારી આઇશા શેખ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. પતિ આરીફ શેખને અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ કેસમાં આસિફ નામના યુવકનું નામ સામે આવ્યું છે. આરીફ આઇશાના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ આપતો હતો. આસિફ આઈશાના મામાનો દીકરો છે. બાળકને લઈને પણ આઇશા પર આરીફે આક્ષેપ કર્યા છે. પતિ આક્ષેપ લગાવતો હતો કે, આઇશાના પેટમાં તેનું નહીં, પરંતુ આસિફનું બાળક છે.
વટવા વિસ્તારની આઇશાએ રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં આરોપી પતિ આરીફને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આઇશાના આપઘાતથી તેનો આખો પરિવાર આઘાતમાં છે. મૃતક આઇશાની મોટી બહેન પિંકીને આઘાત લાગતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જેથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ આરીફના એક્સ્ટર્નલ સબંધને લઈને પણ પોલીસ તપાસ કરશે. મોબાઈલ ફોનના સીડીઆરની વિગતો પણ પોલીસ મેળવશે. અગાઉ આઇશાનો કેસ વકીલે ધડાકો કર્યો હતો કે, આઇશાના પતિ આરીફના રાજસ્થાનની એક યુવતી સાથે પ્રેમસંબંધને કારણે આઇશા તણાવમાં રહેતી હતી. આ તણાવમાં તેણે આ પગલું ભર્યું હતું.
લગ્નના થોડા જ સમયમાં આરીફની હરકતો સામે આવવા લાગી હતી અને આરીફ આઇશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો કોલ પર વાતો કરતો હતો. પોતાની પ્રમિકાને કારણે આરીફ આઇશાને અનેક વાર તેના પિતાના ઘરે મૂકી ગયો હતો. આમ, આઇશાના આપઘાત માટે પતિના લગ્નેત્તર સંબંધો હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરાયો છે.
આઇશાના આત્મહત્યાના વીડિયો અને માતા-પિતા સાથેની ઓડિયો ક્લિપે સૌને હચમચાવી દીધા છે. ત્યારે આઇશાને લગ્નના બે મહિના પછી તરત જ આરીફ પરેશાન કરવા લાગ્યો હતો. આરીફને અન્ય યુવતી ગમતી હતી. જોકે, આરીફે લગ્ન પહેલા આઇશાને આ વાત કરી નહોતી. આરીફ પ્રેમિકા માટે થઈને આઇશાને એકવાર અમદાવાદ મૂકી ગયો હતો. આ સમયે તે ગર્ભવતી હતી, પણ આરીફે દોઢ લાખ રૂપિયા આપે તો જ લઈ જવાનું કહ્યું હતું. આરીફની આ વાતથી આઇશા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેના કારણે તેના બાળકનું ગર્ભમાં જ મોત થઈ ગયું હતું.
Ahmedabad: આઇશાની મોટી બહેન પિંકીને આવ્યો બ્રેઇન સ્ટ્રોક, દીકરીના આપઘાતથી આખો પરિવાર આઘાતમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2021 03:46 PM (IST)
આઇશાના આપઘાતથી તેનો આખો પરિવાર આઘાતમાં છે. મૃતક આઇશાની મોટી બહેન પિંકીને આઘાત લાગતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -