Ahmedabad: ગુજરાતમાં દારૂબંધીના ફરી એકવાર ધજાગરા ઉડ્યા છે, અમદાવાદના સાણંદ નજીક ગોરજમાં હાઇ પ્રૉફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. ગોરજમાં નિર્વાણા ગ્રીન વીકેન્ડ હૉમમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી, તે દરમિયાન જ પોલીસ ત્રાટકી અને 81 જેટલા યુવક-યુવતીએને પકડી પાડી હતી. આદર્શ નામના વ્યક્તિ 25મી એનિવર્સરી હોવાથી આ દારૂની મહેફિલ પાર્ટી યોજવામાં આવી હતી. આ દરમિયાન પાર્ટીમાં ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીસરવામાં આવ્યો હતો. પકડાયેલી 81 યુવક-યુવતીઓમાંથી હાલમાં પોલીસે 38 જેટલી યુવતીઓને નૉટિસ આપી છોડી મુકવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં આવેલા નિર્માણ ગ્રીન બંગલોઝમાં મોડી રાત સુધી ચાલતી એક ભવ્ય પાર્ટી પર પોલીસએ અચાનક દરોડો પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લગ્નના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કરવામાં આવેલી આ ખાનગી પાર્ટી, દારૂ અને હુક્કાની મહેફિલમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન ત્યાંથી દારૂની બોટલો, હુક્કા સહિતના સાધનો તેમજ લક્ઝુરીયસ કારો જપ્ત કરવામાં આવી હતી. બંગલોઝમાં DJ મ્યુઝિક, લાઇટિંગ અને ફૂડ કાઉન્ટર સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બહારથી જોતા આ માત્ર એક પરિવારિક ઉજવણી લાગી રહી હતી, પરંતુ અંદર ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓએ કાયદા વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન કુલ 80 લોકોની અટકાયત કરી હતી, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે. પકડાયેલી 38 યુવતીઓને નોટિસ આપી જવા દેવાઈ. પાર્ટીમાં હાજર કેટલાક મહેમાનો શહેરના પ્રતિષ્ઠિત વર્ગ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. જપ્ત કરાયેલી લક્ઝુરી કારો પરથી આ પાર્ટીનું સ્તર અને ખર્ચાનો અંદાજ લગાવી શકાય છે. સાણંદ પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.