અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 જૂને નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં અમદાવાદના 8 પોશ વિસ્તારના 1848 ઘરોને સંપૂર્ણ લોકડાઉ હેઠળ મુકી દેવાયા છે. શહેરના થલતેજ, બોડકદેવ, જોધપુર, સ્ટેડિયમ અને નારણપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે.
આ વિસ્તારોની વાત કરીએ તો થલતેજની સ્થાપત્યા રેસિડેન્સીના 140 ઘરોના 560 લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા છે. બોડકદેવના સેટેલાઇટ સેન્ટ્રના 240 ઘરોના 940 લોકો, ગેલેક્સી એપાર્ટમેન્ટના 142 ઘરોના 496 લોકો, જોધપુરમાં સચિન ટાવરના 350 ઘરોના 1224 લોકો, સ્ટેડિયમના સુર્યા એપાર્ટમેન્ટના 50 ઘરોના 195 લોકો, નારણપુરાના વિજયનગરના 84 ઘરોના 336 લોકો, સ્ટેડિયમના કેશવનગરના 650 ઘરોના 2469 લોકો અને શ્રીનાથ એપાર્ટમેન્ટના 192 ઘરોના 768 લોકો મળી કુલ 1848 ઘરોને સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયા છે.