શોધખોળ કરો

અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો

હત્યા અને ખંડણી જેવા 26 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપી ધમા બારડને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો, PI મેહુલ ચૌહાણે સ્વબચાવમાં ફાયરિંગ કરતા ધમા બારડ ઘાયલ, સોલા સિવિલમાં દાખલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પોલીસે વોન્ટેડ ગુનેગાર ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમા બારડને પકડવાનો પ્રયાસ કર્યો.
  • પોલીસ પર પિસ્તોલ તાણી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
  • પોલીસે આત્મરક્ષણ માટે આરોપીના પગમાં ગોળી મારી.
  • 26 ગુનાઓમાં સંડોવાયેલ ધર્મેન્દ્ર સિંહની સઘન પૂછપરછ થશે.

Ahmedabad police encounter 2026: અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ એવા માથાભારે અને કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમા બારડને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, પોલીસને જોઈને શરણે થવાને બદલે ધમા બારડે પીઆઇ પર જ પિસ્તોલ તાણીને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ કાબુ બહાર જતાં આત્મરક્ષણ માટે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ચૌહાણે વળતો જવાબ આપીને આરોપીના પગમાં ગોળી ધરી દીધી હતી. ગોળી વાગતા જ આરોપી નીચે ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બાતમીના આધારે સાયન્સ સિટીમાં બિછાવી હતી જાળ

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો અભેસિંહ બારડ અત્યારે સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ઓક્સિજન પાર્ક પાસે હાજર છે. આ માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક એક્શન લીધા અને તેને ચારેય તરફથી ઘેરી લેવા માટે જાળ બિછાવી હતી.

શરણાગતિના બદલે પોલીસ પર પિસ્તોલ તાણી

પોલીસનો કાફલો પોતાની તરફ આવી રહ્યો હોવાનું જોઈને ધમા બારડે શરણાગતિ સ્વીકારવાના બદલે પોલીસ સાથે હિંસક ઝપાઝપી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, તેણે પોલીસ કર્મચારીઓ પર સીધી પિસ્તોલ તાણીને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પરિસ્થિતિમાં પોતાના અને ટીમના બચાવ માટે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ચૌહાણે ત્વરિત કાર્યવાહી કરતા પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી આરોપીના પગમાં ગોળી મારી દીધી હતી. પગમાં ગોળી વાગતા જ આરોપી ધમો જમીન પર પટકાયો હતો, જેને પોલીસે તરત જ દબોચી લીધો હતો.

જેસીપી અને ડીસીપી પહોંચ્યા સિવિલ હોસ્પિટલ

ગોળીબાર બાદ ઈજાગ્રસ્ત આરોપી ધમા બારડને કસ્ટડીમાં લઈને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મોટા એન્કાઉન્ટર જેવી ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી અને ડીસીપી હર્ષદ પટેલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. નોંધનીય છે કે, આજ પીઆઇ મેહુલ ચૌહાણે ગયા વર્ષે સંગ્રામસિંહ નામના અન્ય એક કુખ્યાત આરોપી પર પણ ફાયરિંગ કર્યું હતું.

26 ગંભીર ગુનાઓનો રીઢો ગુનેગાર

પકડાયેલો ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો કોઈ સામાન્ય ગુનેગાર નથી. તે એક રીઢો ગુનેગાર છે અને તેની સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેના કાળા ચિઠ્ઠામાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી (તોડબાજી), ધાડ, લૂંટ, રમખાણો (રાયોટિંગ) ઉપરાંત આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) અને દારૂબંધીના ભંગ જેવા અનેક સંગીન ગુનાઓ સામેલ છે. હાલમાં તે કૃષ્ણનગર અને નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના આરોપ હેઠળ સક્રિય રીતે વોન્ટેડ હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી ધમો અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે સાજો થતાં જ તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ ગુનાઓમાં તેની સાથે બીજા કયા સાગરીતો સામેલ હતા અને તે હાલ કઈ ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો, તે તમામ દિશામાં ક્રાઈમ બ્રાન્ચ હવે ઊંડી તપાસ હાથ ધરશે.

Frequently Asked Questions

સાયન્સ સિટી ખાતે આરોપી અને પોલીસ વચ્ચે શું થયું?

પોલીસે હત્યાના પ્રયાસમાં વોન્ટેડ ગુનેગાર ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમા બારડને પકડવા ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપીએ પોલીસ પર પિસ્તોલ તાણી હતી, જેના જવાબમાં પોલીસે તેના પગમાં ગોળી મારી હતી.

ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમા બારડ વિરુદ્ધ કેટલા ગુનાઓ નોંધાયેલા છે?

ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમા બારડ સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ધમા બારડની ધરપકડ ક્યાંથી અને કેવી રીતે થઈ?

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ધમો સાયન્સ સિટી વિસ્તારમાં ઓક્સિજન પાર્ક પાસે છે. પોલીસ તેને ઘેરી લે તે પહેલાં તેણે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગોળી વાગ્યા બાદ આરોપી ધમા બારડની શું સ્થિતિ છે?

આરોપી ધમા બારડને પગમાં ગોળી વાગ્યા બાદ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સાજો થતાં તેની પૂછપરછ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેકોર્ડબ્રેક
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Patan ABVP Protest : ફી વધારા સામે ABVPનું હેમચંદ્રાચાર્ય યુનિ.માં વિરોધ પ્રદર્શન
Surat Demolition : સુરત ભૂતિયા ડિમોલિશન, મનપા અધિકારીના જુઠ્ઠાણાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ
PM Modi Speech : રાજકીય અસ્થિરતાને કારણે દેશને નુકસાન , PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર, નવા કેપ્ટનની જાહેરાત
ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર, નવા કેપ્ટનની જાહેરાત
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ગૂડ ન્યૂઝ! પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ખતમ; જાણો પ્રતિ લિટરે તમને કેટલો થશે ફાયદો
ગૂડ ન્યૂઝ! પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ખતમ; જાણો પ્રતિ લિટરે તમને કેટલો થશે ફાયદો
'જહન્નુમ બના દેંગે', અમેરિકાની એક્શનથી ગુસ્સે ભરાયુ ઇરાન, કુવૈત-બહેરીનમાં US ઠેકાણાંઓ પર ભારે બૉમ્બમારો, હોર્મુઝ બંધ
'જહન્નુમ બના દેંગે', અમેરિકાની એક્શનથી ગુસ્સે ભરાયુ ઇરાન, કુવૈત-બહેરીનમાં US ઠેકાણાંઓ પર ભારે બૉમ્બમારો, હોર્મુઝ બંધ
Embed widget