શોધખોળ કરો

Ahmedabad News: અમદાવાદમાં 1.66 કરોડના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ સાથે રહેવા યુવતીએ કરી હતી ચોરી

Ahmedabad News: ક્રાઈમબ્રાંચને માહિતી મળી કે હર્ષિદા દાગીના લઈ માણેકચોકમાં વેચવા આવી છે. જેથી ક્રાઈમબ્રાંચની ટીમ  ત્યાં પહોંચી હર્ષિદા દાગીના વેચે તે પહેલાં જ તેની અટકાયત કરી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સેલ્સ ગર્લે પ્રેમી સાથે રહેવા 1.66 કરોડના દાગીના ચોર્યા.
  • દાગીના લઈને ફરાર થયેલા પ્રેમીએ મહિલાને દગો આપ્યો.
  • પોલીસે 18 લાખના દાગીના સાથે મહિલાની ધરપકડ કરી.
  • પોલીસ ફરાર થયેલા પ્રેમીને ઝડપી પાડવા તપાસ કરી રહી છે.

Ahmedabad News: અમદાવાદના નિકોલમાં આભૂષણ જ્વેલર્સમાં થયેલી સોનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. 11 મે 2026ના રોજ જ્વેલર્સ શો- રૂમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટીએ 1.66 કરોડની દાગીનાની ચોરીની ફરિયાદ થઈ હતી. પરણિત બોયફ્રેન્ડ સાથે રહેવા સેલ્સ ગર્લે દાગીના ચોર્યા પણ તેની જ સાથે દગો થઈ ગયો. જેની સાથે રહેવા ચોરી કરી અને તેની સાથે અલગ- અલગ રાજ્યોની હોટલમાં પણ રહી હતી. પરંતુ હર્ષિદા શેટ્ટી જ્યારે હોટલમાં ન્હાવા ગઈ ત્યારે પાછળથી તેનો બોયફ્રેન્ડ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. 

ક્રાઈમબ્રાંચને માહિતી મળી કે હર્ષિદા દાગીના લઈ માણેકચોકમાં વેચવા આવી છે. જેથી ક્રાઈમબ્રાંચની ટીમ  ત્યાં પહોંચી હર્ષિદા દાગીના વેચે તે પહેલાં જ તેની અટકાયત કરી હતી. હર્ષિદાને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા તેની પાસેથી 18 લાખના ચોરીના દાગીના મળી આવ્યા હતા. હર્ષિદાએ 1.66 કરોડના દાગીના ચોર્યા હતા ત્યારે 18 લાખના દાગીના મળતા બાકીના મુદ્દામાલ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. 

હર્ષિદાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે દાગીના ચોરી કર્યા બાદ તેના બોયફ્રેન્ડ સાથે ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં ગઈ હતી. બંને ચોરીના દાગીના લઈને સાથે રહ્યા હતા. આ દરમિયાન એક દિવસ હર્ષિદા નાહવા ગઈ ત્યારે તેનો બોયફ્રેન્ડ 18 લાખના દાગીના મૂકી બાકીના દાગીના લઈ ત્યાંથી નાસી ગયો હતો. હર્ષિદાને જાણ થઈ ત્યારે તેને પણ દગો થયાનો અનુભવ થયો હતો જેથી તેણે બોયફ્રેન્ડને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક થયો જ નહોતો. હવે પોલીસે હર્ષિદાના ફરાર બોયફ્રેન્ડની તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કરોડોના દાગીનાની ચોરી કર્યા બાદ મહિલા કર્મચારી તેના બોયફ્રેન્ડ સાથે ઉદયપુર, જયપુર થઈને દિલ્હી ભાગી ગઈ હતી. ક્રાઈમબ્રાન્ચે ગુપ્ત ઓપરેશન પાર પાડીને મહિલા આરોપી હર્ષિદા શેટ્ટીને ઝડપી પાડી છે અને તેની પાસેથી ચોરીના દાગીના સહિત આશરે 18 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે બાકીના કરોડોના દાગીના લઈને ફરાર થઈ ગયેલા તેના બોયફ્રેન્ડને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મહિલા આરોપીની ધરપકડ બાદ ક્રાઈમબ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ અર્થે નિકોલ પોલીસને સોંપી દીધી છે. નિકોલ પોલીસે મહિલા આરોપીની સત્તાવાર કસ્ટડી મેળવીને તેને કોર્ટમાં રજૂ કરવાની અને રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. 

Frequently Asked Questions

નિકોલમાં આભૂષણ જ્વેલર્સમાં થયેલી સોનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે?

હા, પોલીસે અમદાવાદના નિકોલમાં આભૂષણ જ્વેલર્સમાં થયેલી 1.66 કરોડની સોનાની ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

ચોરી કોણે અને શા માટે કરી હતી?

જ્વેલર્સ શો-રૂમમાં કામ કરતી સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ તેના પરણિત બોયફ્રેન્ડ સાથે રહેવા માટે દાગીના ચોર્યા હતા.

હર્ષિદા શેટ્ટી પાસેથી કેટલા કિંમતી દાગીના મળી આવ્યા?

પોલીસે હર્ષિદા શેટ્ટીની અટકાયત કરી ત્યારે તેની પાસેથી આશરે 18 લાખ રૂપિયાના ચોરીના દાગીના મળી આવ્યા હતા.

હર્ષિદાનો બોયફ્રેન્ડ દાગીના લઈને ફરાર થઈ ગયો?

હા, હર્ષિદા જ્યારે હોટલમાં ન્હાવા ગઈ ત્યારે તેનો બોયફ્રેન્ડ 18 લાખના દાગીના મૂકી બાકીના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
રાજકોટના ઉપલેટામાં શરમજનક ઘટના: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત
રાજકોટના ઉપલેટામાં શરમજનક ઘટના: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત
બુલિયન માર્કેટમાં ખળભળાટ: સોનું 3% અને ચાંદી 4% તૂટી, જાણો હવે આગળ શું થશે?
બુલિયન માર્કેટમાં ખળભળાટ: સોનું 3% અને ચાંદી 4% તૂટી, જાણો હવે આગળ શું થશે?
8મા પગાર પંચમાં વિલંબ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં થશે આટલો વધારો
8મા પગાર પંચમાં વિલંબ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં થશે આટલો વધારો
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
કેન્સરના દર્દીઓને મોટો ફટકો: અછત વચ્ચે સરકારે આ 2 મહત્વની દવાઓના ભાવ વધાર્યા
કેન્સરના દર્દીઓને મોટો ફટકો: અછત વચ્ચે સરકારે આ 2 મહત્વની દવાઓના ભાવ વધાર્યા
Embed widget