અમદાવાદઃ બોટાદના મોટા ભડલા ગામ પાસે આવેલ સુખભાદર ડેમ ઓવરફલો થયો છે. જેને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ એક કિ.મીના અંતરે પાણી વહેતું હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરેલ છે.
પાણી છોડવામાં આવતા રાણપુર પંથકમાં નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. દેરડી, દેવળીયા, સાંગણપર, ગઢીયા, આસલપર, કિનારા, પાટણા, રાણપુર, નાના ભડલા, લિંબોડા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સતત પડી રહેલા ઉપરવાસના વરસાદના કારણે ડેમ ઓવરફલો થયો છે.
ભાવનગર જિલ્લાના ભાલ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રંઘોળી, ઘેલો અને કાળુભાર નદીના પાણી ચોમેર ફરી વળ્યાં છે. ભાણગઢ, પાળીયાદ, દેવળિયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નદીઓના પાણી ગામોમાં ફરી વળતા તમામ રસ્તા બંધ થયા છે. નદીના પાણી ગામોમાં અને ઘરોમાં ઘુસી ગયા છે.
સુખભાદર ડેમ ઓવરફ્લો થતાં અમદાવાદ-ધંધુકા હાઈ-વે પાણી પાણી, હાઈ-વે કરાયો બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2020 12:09 PM (IST)
ધંધુકાથી અમદાવાદ તરફ એક કિ.મીના અંતરે પાણી વહેતું હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -