અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 30 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 4 બેઠકો પર જીત મેળવી છે.
અમદાવાદ: ગુજરાતની જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો જયજયકાર થઈ ગયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 30 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 4 બેઠકો પર જીત મેળવી છે. આ જિલ્લા પંચાયતો પૈકી અમદાવાદ જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે. ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તમામ 31 જિલ્લામાં ભાજપની જીત થઈ છે. 31માંથી ફક્ત 4 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર પર પહોંચી શકી છે.