અમદાવાદમાં આ વખતે યોજાયેલો ફ્લાવર શો એક તબક્કે ફ્લોપ શો સાબિત થયો છે. ત્યારે આ ફ્લોપ શો પર ઢાંકપીછોડો કરવા માટે હવે ફ્લાવર શોના ઉપયોગમાં લેવાયેલા ફૂલના રોપા રસ્તા પર રઝળતા મુકવામાં આવ્યા છે. રસ્તા પર રઝળતા મુકવામાં આવેલા ફૂલના રોપા લોકો ઉઠાવી ગયા હતા. ફૂટપાથ પર મુકાયેલા ફૂલના રોપા રાત્રે લોકો ઉઠાવી ગયા હતા. મનપાએ જાહેરાત કરી હતી કે આ ફૂલના રોપા ચાર નર્સરીમાં વેચવામાં આવશે.
ત્યારે આ ફ્લોપ શો પર ઢાંકપીછોડો કરવા માટે હવે ફ્લાવર શોના ફૂલ-છોડ વેચવા કાઢ્યાં છે. 17 કરોડ રૂપિયાના ખર્ચે 29 દિવસ ચાલેલા આ શોમાં 48 પ્રજાતિના 10 લાખથી વધુ ફૂલ-છોડ રાખવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો. ફ્લાવર શો નિહાળવા માત્ર 11 લાખ જેટલા લોકો જ આવ્યા હતા. ફ્લાવર શો પૂરો થયા બાદ હવે ફૂલ-છોડ મ્યુનિસિપલના બગીચાઓ અને ડિવાઈડરોમાં ગોઠવી દેવામાં આવ્યા છે.
17 કરોડના ખર્ચે યોજાયેલા ફ્લાવર શોમાં માત્ર 11 કરોડની આવક થઈ હતી. ફૂલના છોડ રસ્તા મુકવામાં આવતા અમદાવાદના લોકો ગાડીની ડેકીમાં મુકીને ફૂલના રોપા ચોરીને લઈ ગયા હતા. બ્યૂટીફીકેશનને લઈ ફૂલ છોડના રોપા મુકાયા હોવાનો કોર્પોરેશને દાવો કર્યો હતો. એએમસીમાં ગાર્ડન વિભાગના ડાયરેક્ટર એ.સી. પટેલે કહ્યું હતું કે શહેરને બ્યૂટીફાઈ કરવા માટે આ રોપા રોડ પર મુકાયા હતા. રસ્તાઓને બ્યૂટીફાઈ કરવા મહત્વના રસ્તાઓ પર ફૂલના રોપા મુકાયા હતા.આ ફૂલના રોપાનું આયુષ્ય 10થી 15 દિવસનું છે.કિંમતી પ્લાન્ટને નર્સરીમાં વેચાણ માટે મુકાયા છે. ચર્ચા-વિચારણના અંતે જ તમામ નિર્ણયો લેવાયા છે.
શહેરની મ્યુનિસિપલ સંચાલિત જુદા જુદા વિસ્તારની ચાર નર્સરીઓ પરથી ફૂલ-છોડનું વેચાણ શરૂ કરાયું છે. જેના માટે 6 રૂપિયાથી માંડીને 235 રૂપિયા પ્રતિછોડ કિંમત નક્કી કરવામાં આવી છે. વધારે જથ્થામાં છોડ લઈ જનાર વ્યક્તિને ભાવ ઘટાડી આપવામાં આવશે. નોંધનીય છે કે ગત વર્ષે ફ્લાવર શોમાં 13 લાખથી વધારે લોકો આવ્યા હતા અને 13 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગયા વર્ષ કરતાં આ સંખ્યા બે લાખ ઓછી છે જ્યારે આવક પણ ગત વર્ષની આવક કરતા બે કરોડ ઘટી છે એટલે કે ચાલુ વર્ષે 11 કરોડની આવક થઇ છે.