Ahmedabad News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ હજુ જાહેર નથી થઈ ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન ગુજરાત મુલાકાતે આવ્યા હતા. આ સમયે ભાજપના કિસાન મોરચાના સભ્યએ પંજાબના મુખ્યમંત્રી સાથે ફોટો શેર કર્યો હતો.


સી.આર.પાટીલે શું કરી કાર્યવાહી


કિશનસિંહ સોલંકીએ પોતાના ફેસબુક ઉપર ભગવન માન સાથે ફોટો શેર કર્યો હતો. હાલ ભાજપના નેશનલ એક્ઝિક્યુટિવ પદ પર કાર્યરત કિશનસિંહ સોલંકી જિલ્લા પ્રવક્તા તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. રવિવારે તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ભગવંત માન સાથે ફોટો શેર કર્યો હતો. જેને લઈ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કિશનસિંહ સોલંકીને છ વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.




સુરતમાં પત્ની સાથે ગરબા રમતો હતો પતિ, છાતીમાં દુઃખાવો ઉપડ્યો ને.....


હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે. સાતમા નોરતાએ સુરતમાં એક કરૂણ ઘટના બની હતી. પત્ની સાથે ગરબા રમી રહેલા પતિનું તબિયત લથડતાં મોત થયું હતું. જેને લઈ શોકનો માહોલ છવાઈ ગયો છે.


ક્યાંની છે ઘટના


સુરતના લિંબાયતમાં પત્ની સાથે ગરબા રમતી વખતે તબિયત લથડતા પતિનું મોત થયું. પત્ની સાથે ઘરમાં જ ગરબા રમતી વખતે દિપક પાટીલને છાતીમાં દુઃખાવો ઉપડયો  હતો. જેના કારણે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. યુવક ઘરના હોલમાં વચ્ચે ખુરશી મુકી પત્ની સાથે ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન તેની પત્ની થાકી જતાં સાઈડમાં બેસી ગઈ હતી પણ દિપક ઉત્સાહથી ગરબા રમી આનંદ માણી રહ્યો હતો. આ સમયે અચાનક જ દિપકની છાતીમાં દુઃખાવો થતા બેસી ગયો હતો અને તરત જ બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.  જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે દિપકનું પોસ્ટમોર્ટમ થયુ હતં. જેમાં તેના વિવિધ સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. મૃતક મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને રત્નકલાકારનું કામ કરતો હતો. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.