અમદાવાદ:  મહામારી પહેલા એટલે કે 2019-20માં અમદાવાદમાં પિઝાના 125 આઉટલેટ હતા અને હાલ તેની સંખ્યા 250 થઈ છે. વીકએન્ડ દરમિયાન યુવાહૈયાઓ જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકો પિઝા પર બરાબરનો મારો ચલાવે છે. દિલ ખોલીને તેઓ પિઝા ખાય છે. બહાર જમવા જવું અમદાવાદીઓના શોખ પૈકીનો એક છે અને પેરેન્ટ્સ અને દાદા-દાદી સહિતનાં ઘરના વડીલોને પણ ભાવે તે માટે પિઝામાં દેશી સ્વાદ ઉમેરવામાં આવે છે. ભારતીય વાનગીઓનો સ્વાદ પિઝામાં પણ મળી રહે તે માટે બટર પનીર મસાલા, આચારી પનીર, મશરૂમ તડકા પિઝા જેવા ફ્યૂઝન પિઝાની વાનગી મળી રહે છે. 


ઈટાલી તરફથી દુનિયાને સૌથી સારી ભેટ મળી હોય તો તે છે પિઝા. અલગ-અલગ ટોપિંગ્સ અને ચીઝથી ભરપૂર પિઝાનો ગરમ-ગરમ ટુકડો નાના અને મોટા સૌને ભાવે છે. દેશ-દુનિયાના અન્ય ખૂણાની જેમ અમદાવાદમાં પણ પિઝાપ્રેમીઓ કમ નથી. કોરોના કાળ પછી અમદાવાદમાં પિઝા ઝાપટી જતાં લોકોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. પિઝાના બમણાં થયેલા આઉટલેટ આ બાબતનો પુરાવો આપે છે. મહામારી પહેલા એટલે કે 2019-20માં અમદાવાદમાં પિઝાના 125 આઉટલેટ હતા અને હાલ તેની સંખ્યા 250 થઈ છે.


RSSની સમન્વય બેઠક, ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો બેઠકમાં રહેશે હાજર
અમદવાદમાં કાંકરિયા ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના મુખ્ય કાર્યાલય ડો.હેડગેવાર ભવન ખાતે  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠક યોજાઈ રહી છે. આ બેઠક પહેલા પહેલા ગુજરાત પ્રાંત પ્રચારક પ્રમુખ વિજય ઠાકરે નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું કે દર વર્ષે આયોજનના ભાગરૂપે સમન્વય બેઠક યોજાતી હોય છે. દર વર્ષે જુન અને નવેમ્બરમાં સમન્વય બેઠક યોજાય છે. આ બેઠકમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં વિવિધ જૂથના આગેવાનોના આચાર-વિચારનું આદાન-પ્રદાન થશે. RSSની આ સમન્વય બેઠકમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહીત ભાજપ તેમજ સંઘની વિવિધ શાખાના પદાધિકારીઓ હાજર રહેશે.


દેશનું સૌથી મોટું ડિગ્રી કૌભાંડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મસમોટું ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ડિગ્રી કૌભાંડમાં આરોપીઓએ એટલી મોટી સંખ્યામાં નકલી ડિગ્રીઓ વેંચી છે કે આને દેશનું સૌથી મોટું ડિગ્રી કૌભાંડ કહી શકાય એમ છે.  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશના સૌથી મોટા ડિગ્રી કૌભાંડમાં આરોપીઓને  પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા છે. આ હેકરે દેશની 60 જેટલી યુનિવર્સિટીની વેબસાઈટ હેક કરી 5000 નકલી ડિગ્રીઓ વેંચી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ 1 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીમાં ડિગ્રી વેંચતા હતા.