શોધખોળ કરો

વિદેશની જેમ હવે અમદાવાદમાં  લાગ્યું પેલિકન સિગ્નલ, રાહદારી બટન દબાવી રોકી શકશે ટ્રાફિક

વિદેશની જેમ હવે અમદાવાદમાં રાહદારીઓએ રોડ ક્રોસ કરવા બટન દબાવવું પડશે. સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પેલિકન ટ્રાફિક સિગ્નલ ઈંસ્ટોલ કરવામાં આવ્યું છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદમાં રાહદારી સુરક્ષા માટે 'પેલિકન ટ્રાફિક સિગ્નલ' સ્થાપિત.
  • સી.જી. રોડ પર બટન દબાવતા વાહનો થોભશે, રાહદારીઓ રસ્તો ક્રોસ કરશે.
  • પાયલોટ પ્રોજેક્ટ સફળ થતાં અન્ય ભીડવાળા વિસ્તારોમાં લાગશે.
  • તંત્રએ નાગરિકોને સુવિધાનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરી.

અમદાવાદ શહેરમાં રાહદારીઓની સુરક્ષાને વધુ મજબૂત કરવા અને ટ્રાફિક વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. અમેરિકા અને લંડનની જેમ હવે અમદાવાદના સૌથી ધમધમતા એવા સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પદયાત્રીઓ માટે આધુનિક 'પેલિકન ટ્રાફિક સિગ્નલ' (પુશ-બટન સંચાલિત) ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

વિદેશની જેમ હવે અમદાવાદમાં રાહદારીઓએ રોડ ક્રોસ કરવા બટન દબાવવું પડશે. સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પેલિકન ટ્રાફિક સિગ્નલ ઈંસ્ટોલ કરવામાં આવ્યું છે. રોડ ક્રોસ કરવા માટે જો કોઈ વ્યક્તિ પૂશ બટન દબાવશે તો તુરંત જ ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જશે અને વાહનો રોકાઈ જશે. જે બાદ સરળતાથી લોકો ઝેબ્રા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરી શકશે. સી.જી. રોડ પર શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી અને તેની સફળતાનું ઉચ્ચ અધિકારીઓ બારીકાઈથી અવલોકન કરશે.  જો આ પ્રાયોગિક ધોરણની ટ્રાયલ સફળ અને લોક ઉપયોગી સાબિત થશે તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને સૂચન મુજબ શહેરના અન્ય ભીડવાળા વિસ્તારો, ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય ચાર રસ્તાઓ પર પણ આવા પેલિકન સિગ્નલ આગામી સમયમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે.

શું છે પેલિકન સિગ્નલ અને તે કેવી રીતે કામ કરે છે?

પેલિકન સિગ્નલ એ ખાસ કરીને ચાલતા જતા રાહદારીઓ સરળતાથી અને સુરક્ષિત રીતે રસ્તો ઓળંગી શકે તે માટે તૈયાર કરાયેલી 'બટન-ઓપરેટેડ' સિસ્ટમ છે. આ વ્યસ્ત રોડ પરથી જ્યારે પણ કોઈ વડીલો, બાળકો કે અન્ય નાગરિકોને રસ્તો ક્રોસ કરવો હશે ત્યારે તેમણે રોડ કિનારે સિગ્નલના થાંભલા (પોલ) પર લગાવેલું એક ખાસ બટન દબાવવાનું રહેશે. આ બટન દબાવતાની સાથે જ સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને થોડી જ સેકન્ડોમાં સામેથી આવતા વાહનો માટે ટ્રાફિક સિગ્નલની લાઈટ લાલ (Red) થઈ જશે. વાહનો ઉભા રહી જતાં રાહદારીઓ કોઈપણ પ્રકારના અકસ્માતના ભય વિના ઝેબ્રા ક્રોસિંગ પરથી શાંતિથી રસ્તો ઓળંગી શકશે. નાગરિકોની સુવિધા માટે સિગ્નલ બોર્ડ પર 'WAIT', 'WALK' અને 'PUSH BUTTON TO CROSS' જેવા સ્પષ્ટ નિર્દેશો પણ આપવામાં આવ્યા છે.

પાયલટ પ્રોજેક્ટ સફળ થશે તો અન્ય વિસ્તારોમાં પણ લાગશે

હાલ પૂરતું આ સિગ્નલ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને વહીવટી કામગીરી અને નાગરિકોના પ્રાયોગિક વપરાશના ટ્રાયલ માટે સોંપવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી અને તેની સફળતાનું બારીકાઈથી અવલોકન કરવામાં આવશે. જો આ પ્રાયોગિક ધોરણની ટ્રાયલ સફળ અને લોક ઉપયોગી સાબિત થશે, તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને સૂચન મુજબ આગામી સમયમાં શહેરના અન્ય ભીડવાળા વિસ્તારો અને ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય ચાર રસ્તાઓ પર પણ આવા પેલિકન સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવશે.

તંત્રની નાગરિકો અને વાહનચાલકોને નમ્ર અપીલ

આ નવી વ્યવસ્થાને સફળ બનાવવા માટે AMC અને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે શહેરીજનોને ખાસ અપીલ કરવામાં આવી છે. તંત્રએ પદયાત્રીઓને મ્યુનિસિપલ માર્કેટ પાસેથી પસાર થતી વખતે પોતાની સુરક્ષા માટે આ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સાથે જ તમામ વાહનચાલકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જ્યારે પણ આ પેલિકન સિગ્નલ લાલ થાય ત્યારે નિયમ મુજબ પોતાની ગાડીઓને 'STOP' લાઇન પર અચૂક થોભાવી દે અને રસ્તો ઓળંગતા પદયાત્રીઓને પૂરેપૂરો સહકાર આપે જેથી અમદાવાદના રસ્તાઓ સૌ કોઈ માટે સુરક્ષિત બની રહે.

Frequently Asked Questions

અમદાવાદમાં રાહદારીઓ માટે કયું નવું સિગ્નલ લગાવવામાં આવ્યું છે?

અમદાવાદમાં રાહદારીઓની સુરક્ષા માટે આધુનિક 'પેલિકન ટ્રાફિક સિગ્નલ' ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ બટન-ઓપરેટેડ સિસ્ટમ છે.

આ પેલિકન સિગ્નલ હાલ ક્યાં કાર્યરત છે?

હાલમાં, આ સિગ્નલ પ્રાયોગિક ધોરણે સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ તેની સફળતાનું અવલોકન કરશે.

પેલિકન ટ્રાફિક સિગ્નલ કેવી રીતે કામ કરે છે?

રાહદારીઓએ રોડ ક્રોસ કરવા માટે બટન દબાવવાનું હોય છે. બટન દબાવતા જ વાહનો માટે સિગ્નલ લાલ થઈ જાય છે અને રાહદારીઓ સુરક્ષિત રીતે રસ્તો ઓળંગી શકે છે.

જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો આગળ શું કરવામાં આવશે?

જો આ પ્રાયોગિક ધોરણની ટ્રાયલ સફળ થશે, તો શહેરના અન્ય ભીડવાળા વિસ્તારો અને ભારે ટ્રાફિક ધરાવતા ચાર રસ્તાઓ પર પણ આવા સિગ્નલ ઇન્સ્ટોલ કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget