શોધખોળ કરો

Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Ahmedabad Rath Yatra Live: ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

LIVE

Key Events
ahmedabad jagannath rath yatra 2026 live updates 149th rath yatra amit shah mangala aarti Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
Source : Photo Credit: AI

Background

Ahmedabad Rath Yatra Live: અમદાવાદમાં  ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી આજે ભવ્ય રથમાં બિરાજમાન થઈ અમદાવાદની નગરચર્યાએ નીકળશે. રથયાત્રા પૂર્વે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ રથયાત્રાને સત્તાવાર રીતે પ્રસ્થાન કરાવવામાં આવશે.

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યાં છે. હવે 7 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. 7:30 વાગ્યાની આસપાસ ત્રણેય રથ મંદિરથી બહાર નીકળશે, જેમાં સૌથી આગળ ગજરાજ હશે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા મુજબ સોનાની સાવરણી વડે ભગવાનના રથ આગળ રસ્તાને સ્વચ્છ કરી ભગવાન પ્રત્યેની સેવા અને સમર્પણ વ્યક્ત કરવામાં આવે છે.

149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર અમદાવાદ શહેરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના સમગ્ર માર્ગ પર પોલીસ, અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે. 

રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ, આનંદ અને ઉમંગનો માહોલ છે.. મંદિર પરિસર આખુ ભક્તિના રંગે રંગાયું છે.. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને સોનાના કિંમતી અલંકારોથી સુશોભિત અલૌકિલ સોનાવેશ ધારણ કર્યો.. ધાર્મિક વિધિઓ દરમિયાન મેયર હિતેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા.. વૈદિક મંત્રોચ્ચારની ગૂંજ વચ્ચે મંદિરના પ્રાંગણમાં ત્રણેય ઐતિહાસિક રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ પણ સંપન્ન કરવામાં આવી.. રથયાત્રા પૂર્વ ભગવાન ગણપતિના સ્વરૂપ ગણાતા ગજરાજનું પણ પરંપરાગત અને વિધવત પૂજન કરવામાં આવ્યું.. આ વિધિ માટે તમામ ગજરાજોને મંદિરના ખાસ હાથીખાનામાં લાવવામાં આવ્યા.. જ્યાં મહાવતોને ચંદન, કંકુ,આકર્ષક રંગો અને પરંપરાગત આભુષણોથી અદભુત શણગાર કરવામાં આવ્યો છે.   

દર વર્ષની પરંપરા મજુબ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ભગવાનના ચરણોમાં વિશેષ પ્રસાદી અર્પણ કરવામાં આવી છે.. પીએમ મોદીએ  કેરી, જાંબુ, કાકડી, સફરજનની સાથે મગ, ચણા અને ડ્રાયફ્રુટનો વિશેષ પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યો.. 
                              
22:29 PM (IST)  •  16 Jul 2026

અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યા કર્યા બાદ રાત્રે 10 વાગ્યા આસપાસ ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીનો રથ નિજ મંદિરે પરત ફર્યો હતો. રથના આગમન સમયે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા.  "જય જગન્નાથ"ના જયઘોષથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ફૂલની વર્ષા કરી ભગવાનનું સ્વાગત કર્યું. અંદાજે 10 લાખ લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા.

21:42 PM (IST)  •  16 Jul 2026

રથ માણેક ચોકમાંથી પસાર થયા

ત્રણેય રથ માણેક ચોકમાંથી પસાર થયા હતા. શહેરભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે.  સમગ્ર વાતાવરણ 'જય જગન્નાથ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget