અમદાવાદઃ અમદાવાદમાં આજ સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. માત્ર 10 મિનિટના વરસાદમાં શહેરના રામદેવ નગરમાં પાણી ભરાયા હતા.  સ્થાનિકો પાણી ભરવવાના કારણે પરેશાન થઈ રહ્યા છે. AMCની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.









રામદેવનગરના  સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં પાણી ભરાયા છે. થોડા વરસાદમાં જ પાણી ભરાયા હતા. સત્યાગ્રહ છાવણીમાં  ઘૂટણસમા પાણી ભરાયા છે. શેહરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે , સાયંસ સિટી, થલતેજ, વસ્ત્રાપુર , રાયપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. 





રાજયમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડા જોઇએ તો મહેસાણા અને કડી માં સવાર ના 8 થી 10 બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠાના પોશીનામાં બે કલાકમાં  અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના પોશીનામાં  2.36 ઈંચ વરસાદ પડ્યો હતો. 





મહેસાણામાં 1.92 ઈંચ વરસાદ પડ્યો હતો. મહેસાણાના કડીમાં 1.81 ઈંચ વરસાદ પડ્યો હતો. મોરબીના હળવડમાં  1.45 ઈંચ વરસાદ પડ્યો હતો.


બનાસકાંઠામાં ડીસા તાલુકાના બુરાલ ગામમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે.  ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. બુરાલ ગામના જગમલભાઈ પટેલમાં મજૂર કામ કરતો હતો. ખેતરમાં આવેલી તમાકુની ફળીમાં વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું છે. 


 


ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ડીસા, ક્વાંટમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.  ૪૦ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ થયો હતો.  સોમવારે બનાસકાંઠા, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. મહેસાણાના ખેરાલુમા વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ખેરાલુ. વૃંદાવન ચોકડી ,  ડાવોલ, મુબારકપરા સહિત તાલુકાના તમામ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. 









 


 


અરવલ્લી જિલ્લામાં ગઈ કાલે સાંજથી સાર્વત્રિક ધોધમારમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં  ધનસુરા અને મોડાસામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભિલોડામાં એક ઇંચ,  બાયડ માપુરમાં અડધો ઇંચ, મેઘરજમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. 


 


હવામામ વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસશે વરસાદ. તેમાં પણ 28 અને 29 તારીખે ધોધમાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ. જ્યારે 29 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસશે ધોધમાર વરસાદની આગાહી છે.


 


હવામાન વિભાગના મતે અરબ સાગર પર સર્જાયેલા લૉ પ્રેશરના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.


 


આજે બનાસકાંઠા, નર્મદા, છોટાઉદેપુર, તો મંગળવારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસી શકે છે. તો બુધવારે નવસારી, વલસાડ, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે


 


ભાવનગર વરસાદ


 


વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં મોડી રાત્રે વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ પડ્યો છે. શહેરમાં સરિતા સોસાયટી, હાદાનગર, ચિત્ર, ફુલાસર, કાળાનાળા, ક્રેન્સ્ટ સર્કલ, કળિયાબીડ, સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. તો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી છે. શહેર વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. પાલીતાણા, સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.