Ahmedabad: અમદાવાદમાં એક તરફી પ્રેમીનો એક ચોંકાવનારો મોતનો કિસ્સો સામે આવ્યો છે. કામરાન પઠાણ નામના યુવકે એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો, આ દરમિયાન ઝઘડો થતાં કંટાળેલા પ્રેમીએ પોતાના શરીર પર પેટ્રૉલ છાંટીને મોતને વ્હાલુ કર્યુ હતુ. આ સમગ્ર ઘટના અમદવાદના સરખેજ વિસ્તારમાં ઘટી હતી. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
અમદાવાદમાં એક તરફી પ્રેમીએ પોતાની જાતને આગ ચાંચીને આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. માહિતી પ્રમાણે, અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં કામરાન પઠાણ નામના યુવકે પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લીધી હોવાની વાત સામે આવ છે. કામરાન પઠાણ પર આરોપ છે કે, છેલ્લા છ મહિનાથી તે યુવતી સાથે એક તરફી પ્રેમમાં હતો, અને ગઇ રાત્રીએ યુવતી સાથે કામરાન પઠાણનો ઝઘડો થયો આ દરમિયાન કામરાન સાથે લઇને આવેલું પેટ્રૉલ પોતાના ઉપર છાંટી દીધુ અને લાઇટરથી પોતાની જાતને આગને હવાલે કરી દીધી હતી. કામરાન પઠાણ પેટ્રૉલ આગ સાથે કુદકો માર્યો અને નીચેની એક ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસી ગયો હતો. જોકે, બાદમાં કામરાન પઠાણને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યુ હતુ. હાલમાં સરખેજ પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા
અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં મનિષ સુથારની હત્યા કરાઇ હોવાની વાત સામે આવી છે. અશ્વિન ઝાલા નામના શખ્સે આ હત્યા કરી હોવાની વાત પણ ખુલી છે. ખરેખરમાં, ગતરાત્રીના 11 વાગ્યાની આસપાસ ત્રિકમપુરા કેનાલ પાસે આરોપી અશ્વિન ઝાલાએ મનીષ સુથારના મોઢા, ગળા અને છાતીના ભાગે છરીના ઘા માર્યા અને હત્યા કરી દીધી હતી. મૃતકની બહેનને આરોપી સાથે પ્રેમસંબંધ હતો અને આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો તેને લઈ અવાર-નવાર ઝઘડો થતો હતો અને તેમાં હત્યાની ઘટનાને અંજામ અપાયો છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાલમાં આરોપી ફરાર છે. વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.