Ahmedabad Cylinder Blast: અમદાવાદમાં સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટનાથી હડકંપ મચ્યો છે. અમદાવાદના નારણપુરામાં ચામુંડાનગરમાં વહેલી સવારે એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયા આગ લાગી હતી. આ દરમિયાન ઘરમાં સૂઇ રહેલા પાંચ લોકોનો ગંભીર રીતે દાજ્યા હતા. સિલિન્ડરનો બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, આજુબાજુના બે મકાનના બારીના કાચ પણ તૂટી ગયા હતા. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ફાયરની ટીમ આગ પર કાબુ પણ મેળવી લીધો છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ચામુંડાનગર વસાહતમાં આજે વહેલી સવારે એક ગંભીર દૂર્ઘટના ઘટી હતી. એક મકાનમાં એલપીજી ગેસ સિલિન્ડર ફાટતા ભયાનક આગ લાગી હતી, જેમાં ઘરમાં સૂતેલા પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુના બે મકાનોના બારી-બારણાના કાચ પણ ફૂટી ગયા હતા. સિલિન્ડર બ્લાસ્ટને કારણે મકાનનો સામાન અને ગાદલા બળીને ખાખ થઈ ગયા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનના છત અને દીવાલોના પોપડા ઉખડી ગયા હતા. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ મકાનમાં ભરાયેલા ગેસને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેસ લીકેજને કારણે આખા ઘરમાં ગેસ ફેલાયેલો હતો અને કોઈ કારણોસર તણખલો કે આગ મળતા આ મોટો ધડાકો થયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ જ પોતાની પત્ની પર બદલો લેવાની ભાવનાથી ખતરનાક કોરોઝિવ કેમિકલ (એસિડ જેવું જલદ પ્રવાહી) ફેંકીને જીવલેણ હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો અને બંને અલગ રહેતા હતા. પત્નીના મેણાં અને ઝઘડાઓથી કંટાળીને પતિએ આ ભયંકર કાવતરું રચ્યું હતું. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરીને આખી ઘટના પરથી પડદો ઉઠાવી લીધો છે. આ ઘટના નરોડા વિસ્તારમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં બની હતી. પીડિત યુવતી જ્યારે નોકરી પૂરી કરીને ઘરે પાછી ફરી રહી હતી, ત્યારે જતીન પટેલ નામનો તેનો પતિ હેલમેટ પહેરીને આવ્યો હતો જેથી તેની ઓળખ છુપાવી શકાય. તેણે અચાનક પોતાની જ પત્ની પર જલદ કેમિકલ ફેંક્યું અને ત્યાંથી ફરાર થઈ ગયો. આ હુમલામાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સૌથી નવાઈની અને બેશરમીની વાત તો એ છે કે, હુમલો કર્યા પછી પોતે કંઈ જ નથી કર્યું તેવો દેખાવ કરવા આરોપી પતિ પત્નીને કેટલી ઈજા થઈ છે તે જોવા માટે સિવિલ હોસ્પિટલ પણ પહોંચી ગયો હતો!

ઉલ્લેખનીય છે કે, જતીન અને તેની પત્નીના માત્ર 2 વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન થયા હતા. પરંતુ લગ્ન પછી થોડા સમયમાં જ બંને વચ્ચે ઘરકંકાસ શરૂ થઈ ગયો હતો. છેલ્લા 6 મહિનાથી બંને વચ્ચે એટલા બધા ઝઘડા થતા હતા કે તેઓ એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા. હાલમાં પોલીસે આરોપી પતિ જતીન પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.