શોધખોળ કરો

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના કેલિયાવાસણા અને શેખડી ગામ નજીક થયેલી શિક્ષિકાની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદમાં શિક્ષિકા રીનાબેન ઝાલાની સળગેલી હાલતમાં હત્યા.
  • પતિ બળદેવ ઝાલાએ ઘરકંકાસથી કંટાળી પત્નીની હત્યા કરી.
  • પથ્થરોના ઘા મારી મૃતદેહ સળગાવવાનો પ્રયાસ, પતિની કબૂલાત.

Ahmedabad News:  અમદાવાદ જિલ્લાના કેલિયાવાસણા અને શેખડી ગામ નજીક થયેલી શિક્ષિકાની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે. વસતી ગણતરી કરવા ગયેલી રીનાબેન ઝાલા નામની શિક્ષિકાનો કેનાલ નજીક અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા પોલીસે હત્યાના આરોપમાં મૃતક શિક્ષિકાના પતિ બળદેવ ઝાલાની ધરપકડ કરી છે. બળદેવ ઝાલા પણ શિક્ષક છે અને ધોળકાની ખાત્રીપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલતા ઘરકંકાસથી કંટાળીને શિક્ષક પતિએ પત્ની રીનાબેનની હત્યા કરી હતી.  ગત રોજ તેઓ કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે ગયા હતા. ત્યારે જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. જે ઝઘડાથી ઉશ્કેરાયેલા બળદેવે પથ્થરોના ઘા મારીને રીનાબેનની હત્યા કરી નાંખી હતી. બાદમાં મોપેડમાંથી પેટ્રોલ કાઢીને પત્નીના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી પતિએ હત્યાની કબૂલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી કે સામાજિક અને પારિવારિક ઝઘડાથી તે કંટાળી ગયો હતો. વારંવાર થતા ઘરકંકાસ અને માનસિક ત્રાસથી કંટાળીને તેમણે પત્નીની હત્યા કરી દીધી હતી. 

ધોળકા રૂરલ પોલીસે આ ચકચારી કેસમાં મૃતક મહિલા શિક્ષિકા રીનાબેન બળદેવભાઈ ઝાલાના પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પરિણીતા કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે આવ્યા હતા. વસ્તી ગણતરીની ફરજ પર ગયેલા શિક્ષિકા મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતિત થયો હતો અને આ અંગે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ અંગેની ફરિયાદ નોંધાવી હતી. નર્મદા કેનાલની નજીક આવેલા ખેતરમાં રહેતા એક સ્થાનિક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર કેનાલના પાળા પર પડેલા અર્ધ નગ્ન સળગેલા મૃતદેહ પર પડી હતી. જે બાદ તાત્કાલિક ધોળકા રૂરલ પોલીસને આ અંગે જાણ કરી હતી.  પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે શિક્ષિકા રીના ઝાલાની હત્યાની તપાસમાં સામે આવ્યું કે, છેલ્લા દસેક દિવસથી આરોપી બળદેવ ઘર કંકાસને લઈને તેને મારી નાખવાની ધમકીઓ આપતો હતો.                                        

Frequently Asked Questions

અમદાવાદમાં કઈ શિક્ષિકાની હત્યા થઈ હતી અને તેમનો મૃતદેહ ક્યાંથી મળ્યો હતો?

અમદાવાદ જિલ્લામાં રીનાબેન ઝાલા નામની શિક્ષિકાની હત્યા થઈ હતી. તેમનો અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ કેલિયાવાસણા અને શેખડી ગામ નજીક કેનાલ પાસેથી મળી આવ્યો હતો.

આ હત્યા કેસમાં પોલીસે કોની ધરપકડ કરી છે અને હત્યા પાછળનું કારણ શું હતું?

પોલીસે મૃતક શિક્ષિકા રીનાબેન ઝાલાના પતિ બળદેવ ઝાલાની ધરપકડ કરી છે. લાંબા સમયથી ચાલતા ઘરકંકાસ અને માનસિક ત્રાસથી કંટાળીને પતિએ પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

શિક્ષિકાની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી?

વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા પતિ બળદેવે પથ્થરોના ઘા મારીને રીનાબેનની હત્યા કરી અને બાદમાં મોપેડમાંથી પેટ્રોલ કાઢી મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

હત્યાના દિવસે શિક્ષિકા રીનાબેન કઈ કામગીરી માટે ગયા હતા?

હત્યાના દિવસે રીનાબેન ઝાલા કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે ગયા હતા. મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતિત બન્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget