Vijay Rupani Funeral: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં કરુણ મોત થયું હતું. જેમાં તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે તેમના પરિવારને તેમને પાર્થિવ દેહ સોંપવામાં આવશે, આજે સવારે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઇ જવામાં આવશે અને સાંજે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે.

Continues below advertisement

મહત્વનું છે કે, અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દૂર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા.  

પૂર્વ સીએમ વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર -

Continues below advertisement

16 જૂન, સોમવાર – અંતિમ વિદાયનો દિવસસવારના 11:00 વાગે વિજયભાઈ રૂપાણીના પાર્થેવ દેહને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સીવીલ હોસ્પિટલ તરફ લઇ જવામાં આવશે.સાંજના 11:30 વાગ્યે દેહનો સ્વીકાર અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે થશે.11:30 થી 12:30 દરમિયાન પાર્થેવ દેહ સીવીલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ તરફ રવાના થશે.12:30 વાગે એરપોર્ટ પરથી હવાઈ માર્ગે રાજકોટ માટે ફ્લાઇટ લેશે.બપોરે 2:00 વાગ્યે દેહ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે.ત્યારબાદ 2:00 થી 4:00 દરમિયાન વિશિષ્ટ રૂટ મારફતે પાર્થેવ દેહ રાજકોટ નિવાસસ્થાન તરફ લઈ જવાશે – જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ આશ્રમ, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, કેસરીહિંદ પુલ અને અન્ય મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે.4:00 થી 5:00 – જાહેર દર્શનરાજકોટ નિવાસસ્થાન (પૂજિત, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે) ખાતે પાર્થેવ દેહના જાહેર દર્શન માટે વ્યવસ્થા કરાશે. લોકોએ તેમના નેતાને અંતિમ વિદાય આપી શકે તે માટે આ સમય નક્કી કરાયો છે.5:00 થી 6:00 – અંતિમયાત્રાનિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન યાત્રા હાથ ધરવામાં આવશે. માર્ગમાં નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર સહિતના ચોક પાસેથી પસાર થવાનું આયોજન છે.17 જૂન, મંગળવાર – શ્રદ્ધાંજલિ સભા, રાજકોટસમય: સાંજે 3:00 થી 6:00સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટરાજકોટમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિકારાઓની હાજરી માટે વિશાળ સભાની તૈયારી છે.19 જૂન, ગુરુવાર – શ્રદ્ધાંજલિ સભા, ગાંધીનગરસમય: સવારે 9:00 થી 12:00સ્થળ: હૉલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર

ઉલ્લેખનીય છે કે તેમના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને જાહેર સહયોગ માટે વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ રહી શકે છે. આ ઉપરાંત રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને વિજયના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

રૂપાણીના નિધન બાદ એક દિવસનો રાજ્યવ્યાપી શોકગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના નિધન બાદ રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે રૂપાણીના માનમાં 16 જૂને એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.શોકના આ દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટ ખાતે કરવામાં આવશે.