અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ થતાં મુસાફરોમાં રોષ, CISF ને કરાઈ ફરિયાદ
Ahmedabad: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે

Ahmedabad: સાર્વજનિક સ્થળો પર નમાજ પઢવાનો મામલો ફરી એકવાર અમદાવાદમાંથી સામે આવ્યો છે, આ વખતે અમદાવાદ એરપોર્ટ પરથી આ મામલો સામે આવતા વહીવટી તંત્ર સામે સાવલો ઉભા થયા છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર બૉર્ડિંગ પાસ બાદ ફલાઇટમાં જતા સમયે 10થી વધુ લોકો નમાઝ પઢી રહ્યાં હતા, આનો વીડિયો એક જાગૃતિ નાગરિકે ઉતારી લીધો અને બાદમાં CISF ઇન્ચાર્જને ફરિયાદ કરી દીધી હતી, આ વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. એરપોર્ટના ટર્મિનલ પર વહેલી સવારે 5.30 કલાકે જાહેરમાં નમાઝ પઢવામાં આવતી હોવાના દ્રશ્યો એક જાગૃત નાગરિકે મોબાઇલમાં કેદ કરી લીધા, આ બાદ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. એટલુ જ નહીં જાગૃત નાગરિકે CISF ઇન્ચાર્જને આ અંગે ફરિયાદ પણ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે:અનેક લોકોએ આરોપ લગાવ્યો છે કે જાહેર સ્થળો પર આ પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિ કરવાથી અન્ય લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. મુસાફરોનું કહેવું છે કે એરપોર્ટ જેવી સુરક્ષિત અને સંવેદનશીલ જગ્યાએ ચોક્કસ નિયમોનું પાલન થવું જોઈએ. જાહેરમાં આ પ્રકારે ધાર્મિક ક્રિયા કરવાને લઈ એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી.
ગુજરાતમાં ગુણવત્તા યુક્ત દારૂ મળવો જોઈએ-શંકરસિંહ વાઘેલા
આ પહેલા પણ શંકરસિંહ વાઘેલાએ દારૂબંધીને લઇને વિવાદિત નિવેદન કર્યું હતું. શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2020માં સ્થાપેલી તેમની પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટીમાં ફરીથી પ્રાણ ફૂંકવાની જાહેરાત કરતા બનાસકાંઠાના પાલનપુર ખાતે પાર્ટીની બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે ગુજરાતમાં દારૂબંધી હટાવવા અંગે નિવેદન આપ્યું હતું.પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ બનાસકાંઠામાં પાર્ટીના કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં દારૂ સંબંધિત નિવેદન આપ્યું છે.શંકરસિંહ વાઘેલાનું કહ્યું હતું કે, રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે અને દારૂબંધી જેવુ કશું જ રહ્યું નથી. ત્યારે હવે ગાંધીના ગુજરાતમાં સારી ક્વોલિટીવાળો દારૂ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાતમાં સૌ કોઈ જાણે છે કે દારૂબંધી માત્ર સરકારના ચોપડે છે.ત્યારે આસપાસના રાજ્યોમાંથી દારૂની ધૂમ હેરાફેરી થાય છે અને ગુજરાતમાં દારૂ પીવાય છે.























